ડિજિટલ પ્રેમજાળ: યુવક બન્યો 'ડ્રીમ ગર્લ' અને પછી શરુ થયો ખેલ...
છોકરીઓનો અવાજ કાઢીને યુવકો સાથે કરતો હતો છેતરપીંડી

છોકરીઓનો અવાજ કાઢીને યુવકો સાથે કરતો હતો છેતરપીંડી

છોકરીઓનો અવાજ કાઢીને યુવકો સાથે કરતો હતો છેતરપીંડી
આયુષ્યમાન ખુરાનાની ડ્રીમ ગર્લ ફિલ્મ જેવો જ એક કિસ્સો નવસારી જિલ્લામાં બહાર આવ્યો છે. આ કિસ્સો વાંચીને તમે ચોંકી જશો કારણ કે સોશિયલ મીડિયામાં તમે જે વ્યક્તિને ઓળખો છો તે કદાચ તે હોતો પણ નથી અને તેથી સાવચેતી રાખવાની ખાસ જરુર છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક અદ્ભુત પણ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેરોજગાર યુવકે ‘ડ્રીમ ગર્લ’ બની, સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પ્રેમના જાળમાં ફસાવી રુપિયા પડાવવાના ગુનામાં પોતાનો દોષ કબૂલ્યો છે. નવસારી સાઇબર ક્રાઇમ પોલીસના સમયસૂચક કાર્યવાહીથી આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.
આ કેસમાં આરોપી છે ચીખલી તાલુકાના આલીપોર ગામનો 21 વર્ષીય વિનય નાયકા. બેરોજગારીથી પરેશાન વિનયે સોશિયલ મીડિયા પર “પ્રિન્સુ” નામે એક નકલી પ્રોફાઈલ બનાવી. તે યુવતીના અવાજમાં યુવાનો સાથે વાતચીત શરૂ કરતો અને જાળમાં ફસાવી પૈસા પડાવતો. ચેટિંગ અને કોલિંગથી મિત્રતા ઊંડોવીને તે વિવિધ બહાનાઓ જેમ કે ડ્રેસ ખરીદવો કે બીમારીની સારવાર ખર્ચ, જેવા વિવિધ બહાને યુવાનો પાસેથી રૂપિયા પડાવતો હતો.
વિનયે ચીખલીના રોનકને પણ 'પ્રિન્સુ'ના રૂપમાં મોહિત કર્યો હતો. પ્રેમભરી વાતો બાદ રોનકે વિભિન્ન હપ્તાઓમાં 12,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પછી રોનકના મિત્રે પણ “પ્રિન્સુ”ને પોતાની ગર્લફ્રેન્ડ જણાવતાં બંનેને શંકા ગઇ.બંનેએ એકમેક સાથે વાત કરતા સાફ થયું કે બંને સાથે પ્રિન્સુ નામે એક જ વ્યક્તિ વાત કરતી હતી. એટલે વાત પોલીસ સુધી પહોંચી.
નવસારી સાઇબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી અને ફેસબુક એકાઉન્ટ સાથે સંકળાયેલા ડેટાને ટ્રેસ કરી. તપાસમાં સામે આવ્યું કે આ એકાઉન્ટ વિનયનું હતું. પોલીસે તેની અટક કરીને પૂછપરછ કરતા વિનયે પોતાનો દોષ કબૂલ્યો હતો.છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.