અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે એક યુવકની પોલીસને ધમકી
અસામાજિક તત્વોને પોલીસનો ડર ન રહ્યો હોય તેવો માહોલ

યુવકે પોલીસ પર હપ્તતા વસૂલીનો પણ લગાવ્યો આરોપ

યુવકે પોલીસ પર હપ્તતા વસૂલીનો પણ લગાવ્યો આરોપ
રાજ્યમાં વારંવાર બુટલેગરો અને અસામાજિક તત્ત્વો દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. હાથમાં તલવાર સાથે ધમકાવતો યુવક આ વીડિયોમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વાતનો ખુલાસો કરી રહ્યો હતો. આ બાબત ધ્યાને આવતા જ એરપોર્ટ પોલીસે આરોપી વિમલ ચુનારાની ધરપકડ કરી લીધી છે. વિપુલ ચુનારા વાલ્મિકી આવાસ યોજના નોબલનગરમાં રહે છે. પોલીસે તલવાર સાથે આરોપીને ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર હાલમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ ચોકીની બહાર ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં વિપુલ ચુનારા અને સાથે એક સગીરવયનો બાળક જોવા મળે છે. વિપુલના હાથમાં તલવાર છે, અને બાળકના હાથમાં છરી દેખાય છે. અસામાજિક તત્ત્વોને હવે પોલીસનો જાણે કોઈ ડર ના રહ્યો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું હતું.
વાઇરલ વીડિયોમાં જાહેરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી કરતો વિપુલ પોલીસને ધમકી આપતાં કહે છે કે 'જો હપ્તા ઉઘરાવવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે'. આ પ્રકારના વીડિયો જોયા બાદ એવું લાગે છે કે લોકોની સુરક્ષાનું વચન આપતી પોલીસ ખુદ અસુરક્ષિત છે. મહત્ત્વની વાત એ છે કે પોલીસ સ્ટેશનની સામે જયારે આ વીડિયો બની રહ્યો હતો ત્યારે પોલીસ ક્યાં હતી ? આ યુવક વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે પ્રશ્ન છે.
રીલ્સ અને ભય ફેલાવવાના ચક્કરમાં આવા અનેક વીડિયો ઘણી વાર સામે આવતા હોય છે. પોલીસ દ્વારા પણ આવા લોકોને પાઠ ભણાવવામાં આવે છે અને ઘણી વાર પોલીસ આવા લોકોના વરઘોડો પણ કાઢતી હોય છે. પણ છતાં આવા અસામાજિક તત્વો કોઈ પણ ડર વિના આવા કૃત્યો કરતા જોવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.