અમદાવાદમાં એક વકીલે કોર્ટનો બનાવટી ઓર્ડર બનાવ્યો!
અમદાવાદ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં મેટ્રો કોર્ટનો ખોટો ઓર્ડર રજૂ કર્યો હતો
ગાયકવાડ હવેલી પોલીસે ખોટો ઓર્ડર બનાવી રજૂ કરનાર વકીલ મોહમ્મદ કાઝીની ધરપકડ કરી
ગાયકવાડ હવેલી પોલીસે ખોટો ઓર્ડર બનાવી રજૂ કરનાર વકીલ મોહમ્મદ કાઝીની ધરપકડ કરી
અમદાવાદ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં કોર્ટનો નકલી ઓર્ડર રજૂ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. AMCના જન્મ મરણ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવતાં ગાયકવાડ હવેલી પોલીસે નકલી ઓર્ડર બનાવનાર વકીલની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
AMCના જન્મ મરણ વિભાગમાં નકલી કોર્ટ ઓર્ડર રજૂ કરવા મામલે પોલીસે વકીલની ધરપકડ કરી છે. મોહમ્મદ કાઝી નામના વકીલે રૂપિયા 25 હજાર લઈને કોમ્પ્યુટર પર બનાવટી કોર્ટ ઓર્ડર તૈયાર કર્યો હતો. એક કેસના મુખ્ય આરોપીના માતાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે નકલી કોર્ટ ઓર્ડરનો ઉપયોગ થવાનો હતો. જો કે, નકલી કોર્ટ ઓર્ડરનો ઉપયોગ થાય તે પહેલાં તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે વર્ષ 2006થી વકીલાત કરતાં મોહમ્મદ ઇરફાન ઇકબાલમિયા કાઝીની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેર ઈ ડિવિઝનના એસીપી વાણી દુધાતે જણાવ્યું કે, બનાવટી કોર્ટ ઓર્ડરમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના સીલ અને સહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જન્મ-મરણ વિભાગના અધિકારીઓને દસ્તાવેજ અંગે શંકા જતાં મેટ્રો કોર્ટમાં ક્રોસ-વેરિફિકેશન કરાવ્યું હતું. જેમાં આવો કોઈ આદેશ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો નહી હોવાની પુષ્ટિ થઈ હતી.
વધુમાં ઉમેર્યું કે, ગાયકવાડ હવેલી પોલીસે મોહમ્મદ ઇરફાન ઇકબાલમિયા કાઝીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોહમ્મદ કાઝીએ બનાવેલો નકલી દસ્તાવેજ અસલ કોર્ટ ઓર્ડર જેવો લાગતો હતો. પરંતુ કોર્ટના રેકોર્ડ્સની ચકાસણીમાં તે નકલી સાબિત થયો હતો.
AMCના જન્મ મરણ વિભાગે ફરિયાદ આપતાં 24 સપ્ટેમ્બરે ગાયકવાડ હવેલી પોલીસે વકીલ મોહમ્મદ કાઝીને કસ્ટડીમાં લીધો હતો. આરોપી વકીલે ભૂતકાળમાં પણ આવા પ્રકારના ગુના કર્યા છે કે કેમ અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
હરિકૃષ્ણ પરમાર નામના અરજદારની માતા 1988માં મરણ પામ્યા હતા. મરણના દાખલામાં ખોટું નામ હોવાથી સુધારો કરવા અલગ અલગ સરકારી કચેરીઓમાં કાર્યવાહી કરી હતી. જેણે રજનીકાંત પરીખને પાવર ઓફ એટર્ની આપી હતી. જ્યારે વકીલ તરીકે મોહમ્મદ કાઝીને રોક્યા હતા. વકીલ મોહમ્મદ કાઝીએ મરણના દાખલામાં ફેરફાર કરવા હેતુસર ચીફ મેટ્રો પોલિટન કોર્ટનો ખોટો હુકમ બનાવ્યો હતો.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના સીલ અને સહી સાથેનો બનાવટી ઓર્ડર બનાવી AMCના જન્મ મરણ વિભાગમાં નામ સુધારણા માટે રજૂ કરાયો હતો. સુધારો કરેલો દાખલો મેળવી વકીલે અરજદારને આપ્યો હતો. અરજદારે માતાના નામે જમીન પર વારસાઈ હક દાખલ કરવા મરણનો દાખલો સુધારવા માટે વકીલને કામ સોંપ્યું હતું. બાદમાં કોર્ટનો ઓર્ડર બનાવટી પુરવાર થયો હતો. વકીલે બનાવટી મરણનો દાખલો બનાવવા માટે અરજદાર પાસેથી ₹ 25 હજાર પણ વસૂલ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?