ગાંધીનગરના એક ગામની યુવતી લવજેહાદનો શિકાર બની
આસામના હોજાઈથી વિધર્મી યુવાનને આસામથી પકડી પોલીસે યુવતી પરિવારજનોને સોંપી
હોટલમાં સફાઈની કામગીરી કરતો આસામનો વિધર્મી યુવાન યુવતીને ભગાડી ગયો હતો
હોટલમાં સફાઈની કામગીરી કરતો આસામનો વિધર્મી યુવાન યુવતીને ભગાડી ગયો હતો
ગાંધીનગર નજીકના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાન ફલાઇટમાં બેસાડી આસામ ભગાડી ગયો હતો: ગાંધીનગર પોલીસે આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી વિધર્મી યુવાનને પકડી યુવતી પરિવારજનોને સોંપી હતી. ગાંધીનગર પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી અભિનંદન આપ્યા હતા.
ગાંધીનગર પોલીસે સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી લવ જેહાદના આરોપીને ઝડપી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે. ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના અલગ અલગ જિલ્લાઓમાં આરોપીની શોધખોળ કરી હતી. યુવતીને ભગાડી વિધર્મી યુવાન આસામ પહોંચી ગયો હતો.
ત્યારબાદ મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગ કરતો હતો. તેથી તેનું લોકેશન ટ્રેસ કરવું અઘરું હતું. તેવા સમયે આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગાંધીનગર એલસીબી અને સેક્ટર-7 પોલીસની ટીમે આરોપીને શોધી કાઢી યુવતી પરિવારજનોને પરત કરી છે.
તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. લલચાવી-ફોસલાવીને યુવતીને આસામ ભગાડી ગયો છે. સોઈફ અબ્દુલ મનાફ ઉદીન નામનો યુવક ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કરીને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશસિંહ ગોહિલના સુપરવિઝનમાં LCB-1 અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમોને તપાસ કરવા સૂચના આપી હતી.
સેક્ટર-7ના પીએસઆઈ યુ.એમ. ગઢવી અને તેમની ટીમ તેમજ LCB-1ના જે.જે. ગઢવીની ટીમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી અને ગુમ થયેલી યુવતીને ટ્રેક કર્ચા હતા. આરોપી આસામ પહોંચી ગયા બાદ મોબાઈલને ફ્લાઇટ મોડ પર કરી તેનો ઉપયોગ માત્ર વાઇફાઇ કોલિંગ માટે જ કરતો હોવાથી લોકેશન મેળવવું મુશ્કેલ હતું.
આખરે પોલીસની ટીમોની શોધખોળ બાદ આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપી પાસેથી યુવતીને મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. જ્યારે આરોપીની ધરપકડ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસને અભિનંદન આપતાં જણાવ્યું કે, લવ જેહાદના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પકડીને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેઓની સામે કડક કાર્યવાહી કરાશે. લવજેહાદના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી લાવનાર ગાંધીનગર જિલ્લા પોલીસની કામગીરીને ગૃહ રાજ્ચમંત્રીએ બિરદાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?