અંતે 2 મહિના પછી GSRTC માં થયેલી નકલી એપોઈમેન્ટ અને ઠગાઈ બાબતે FIR નોંધાઈ
પોલીસે બંને આરોપીને ઝડપી લઇ ઉંડી તપાસ શરુ કરી

પોલીસે બંને આરોપીને ઝડપી લઇ ઉંડી તપાસ શરુ કરી

પોલીસે બંને આરોપીને ઝડપી લઇ ઉંડી તપાસ શરુ કરી
ST વિભાગમાં નોકરી આપવા બાબતે છેતરપિંડીનો પર્દાફાશ આજથી 2 મહિના પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા પીડિત ને સાથે રાખી કરવામાં આવ્યો હતો. તે મુદ્દે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ST વિભાગમાં નોકરી આપવા બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી આશીષ ક્રિશ્ચીયન ને પકડીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે આરોપી નીલેષ મકવાણા ના ૩ દિવસ ના રીમાન્ડ મંજુર કરેલ છે
અમદાવાદ શહેરના મણિનગર ખોખરા વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા, ફરિયાદી ગૌરાંગભાઈ રોહિતભાઈ ગજ્જર ને એસ.ટી વિભાગમાં સિનિયર ક્લાર્કની જગ્યા ઉપર નોકરી અપાવવાના બહાને રૂ.97200 /- લઈ એસ.ટી વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ખોટા સહી સિક્કા કરી, નિમણૂક લેટર આપી, વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર આરોપીઓ નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચન વિરુદ્ધ ફરીયાદી ગૌરાંગભાઈ રોહિતભાઈ ગજ્જર ઉવ. 40 રહે. સી/39, જીવન એપાર્ટમેન્ટ, ગોરના કૂવા કેનાલ પાસે, મણિનગર પૂર્વ, ખોખરા, અમદાવાદ દ્વારા વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી,
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર સેક્ટર 02, મા.અધિક પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડ તથા મા.ડીસીપી ઝોન 06 રવીમોહન સૈની દ્વારા આ ગુન્હાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી જે જે લોકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરવામાં આવેલ છે તેઓને શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ હતી,
જે સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ.પરમારે તપાસ હાથ ધરી બંને આરોપીઓ (1) નિલેશ ખુશાલભાઈ રોહિત ઉ.વ.36 રહે. ઇન્દિરા કોલોની, બોરસદ જી. આણંદ તથા (2) આશિષ વિઠ્ઠલભાઈ મસીહી ક્રિશ્ચન ઉ.વ 39 રહે. સરિતા સોસાયટી, બચુભાઈનો કૂવો, વટવા, અમદાવાદને તાત્કાલિક પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે,
આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી આશિષ ક્રિશ્ચન સીસીટીવી કેમેરાનું કામ કરતો હોય, ફરિયાદીની ફેક્ટરીમાં કામ કરવા આવતો હોય ફરિયાદી ગૌરાંગભાઈ ગજ્જર સાથે ઓળખાણ થયેલ અને પોતાનો મિત્ર આરોપી નિલેશ રોહિત પૈસા આપો તો, એસ.ટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરીનું વહીવટ કરીને સેટિંગ કરતો હોવાનું જણાવી રૂ. 97,200/- લીધેલ હતા. આરોપી આશિષ ક્રિશ્ચન અને આરોપી નિલેશ રોહિત કર્ણાટક રાજ્યમાં ફરવા ગયેલા ત્યારે ઓળખાણ થયેલ અને ત્યારથી સંપર્કમાં હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ ત્યાર બાદ આ નિલેશ રોહિત દ્વારા ગુજરાત એસ.ટી વિભાગના અધિકારી ઓના સહી સિક્કા વાળા નિમણૂક હુકમ આપવામાં આવતા ફરિયાદી દ્વારા તપાસ કરાવતા આ નિમણૂક હુકમ બનાવટી હોવાની વિગતો પણ જાણવા મળેલ હતી જેથી ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ હતી,
પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી નિલેશ રોહિત બી.એ ઇકોનોમિક્સનો અભ્યાસ કરેલ છે, પહેલા તે નંદેસરી જીઆઇડીસી વડોદરા ખાતે અને સને 2012 માં વડોદરા એસટી ખાતે GPS ફિટિંગ ના કામ કરવા પાર્ટ ટાઇમ નોકરી કરેલ છે તેના દીકરાને ખેંચની બીમારી હોય ઓપરેશન માટે સાડા ચાર લાખ રૂપિયાની જરૂરિયાત હોય, પોતે પ્રેમલગ્ન કર્યા હોવાથી સગા સંબંધી પાસેથી કોઈ મદદ મળેલ ના હોવાથી આરોપી આશિષ ક્રિશ્ચનની મદદથી કમિશન આપી, આશરે દસ થી પંદર જણાને ભૂતકાળમાં એસ.ટીમાં નોકરી કરેલ હોય તેના અનુભવ આધારે એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરીની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરેલ છે આરોપી આશિષ ક્રિશ્ચનની માતા અને પત્નીને મણકાની બીમારી હોય પોતે અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂપિયા જેટલું કમિશન લેવામાં આવેલાની કબૂલાત કરેલી છે આમ,આ ચિટીંગ બેલડી દ્વારા ઘણા લોકોને શિકાર બનાવ્યા હોવાની શક્યતા છે,
પકડાયેલ બંને આરોપીઓ દ્વારા આ મોડસ ઓપરેન્ડી થી અત્યારસુધીમાં કેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે...? છેતરપિંડીનો આંકડો અને રકમ કેટલી થાય છે ? બીજા કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ..? તે મુદાઓ બાબતે સઘન મુખ્ય સૂત્રધાર નિલેશ રોહિતની પૂછપરછ હાથ ધરી કોર્ટમાં દશ દિવસના પોલીસ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા કોર્ટ તરફથી દિન 03 ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવામાં આવેલ છે. વધુ તપાસ વટવા જીઆઇડીસી પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.