સુમરીબેનનું ગુમ થવું: સરકારની નિષ્ફળતાનો પડઘો
123 દિવસથી ગુમ સુમરીબેન ; પુરા કાયદા તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો, લાચારીની હદ વટાવી

પરિવાર ઝંખી રહ્યો છે ન્યાય

પરિવાર ઝંખી રહ્યો છે ન્યાય
ગુજરાતના કેશોદમાંથી આવેલો આ મામલો માત્ર ગુમશુદગીનો નથી, પરંતુ રાજ્યના પોલીસ અને વહીવટી તંત્રની સંવેદનહીનતા અને નિષ્ફળતાનો જીવંત દાખલો છે. 65 થી 70 વર્ષના વૃદ્ધ સુમરી બહેન આજથી 123 દિવસ પહેલાં પોતાના ગામ ખમિદાણામાં પતિની સારવાર માટેનો દાખલો કઢાવવા માટે ગયા હતા, જે પછી ક્યારેય પાછા ફર્યા નથી. તેમની સાથે આશરે 12 તોલા સોનું અને ₹2 લાખ રોકડ પણ હતી. પરંતુ, આટલા ગંભીર કેસમાં પણ ન્યાય મેળવવાની લડાઈમાં તેમનો 90 વર્ષનો પતિ હવે ન્યાયની માંગણી સાથે ઉપવાસ પર ઉતરવા મજબૂર થયો છે.
પરિવારનો કાયદા પરથી વિશ્વાસ ઉઠ્યોસુમરી બહેન છેલ્લે સીસીટીવી ફૂટેજમાં પંચાયત ઓફિસ તરફ જતા દેખાય છે, પણ ત્યાંથી પાછા ફરતા નથી. પરિવારે પોતાની તમામ કોશિશો નિષ્ફળ જતાં પોલીસની મદદ લીધી, પણ ત્યાંથી માત્ર ઉપેક્ષા જ મળી.
પોલીસની ઘોર બેદરકારી: પોલીસે ગંભીર ફરિયાદ નોંધવાને બદલે માત્ર 'જાણવા જોગ' નોંધીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. આ વૃદ્ધ યુગલની પીડાને જોઈને પણ પોલીસ અને પ્રશાસનની સંવેદનશીલતા મરી પરવારી છે, જેના કારણે 123 દિવસ સુધી કોઈ નક્કર તપાસ થઈ નથી.
સત્તાના દરવાજા પર નિષ્ફળતા: ન્યાયની આશામાં પરિવારે માનવ અધિકાર આયોગ, મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રાલય અને કલેક્ટર-એસપી સહિત આટલા બધા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને સંસ્થાઓને ફરિયાદ કરી, છતાં પરિણામ 'શૂન્ય' મળ્યું.
પરિવાર હવે સુમરી બહેનના જીવિત હોવાની આશા છોડી ચૂક્યો છે, પરંતુ તેમને સૌથી મોટો આઘાત એ છે કે તેમનો કાયદો અને પ્રશાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ પરિવારની લાચારી એ હદે પહોંચી છે કે, તેઓ મૂંઝવણમાં છે કે હવે કોનો દરવાજો ખખડાવે?
90 વર્ષના વડીલની ઉપવાસ પર જવાની તૈયારીહવે આ દુઃખદ ગાથાએ નવો અને વધુ કરુણ વળાંક લીધો છે. ગુમ થયેલા સુમરી બહેનના 90 વર્ષના પતિને પોતાની પત્ની માટે ન્યાયની માંગણી અર્થે ઉપવાસ પર ઉતરવું પડે, તે ખરેખર સમગ્ર ગુજરાત રાજ્ય માટે ચિંતાનો અને પ્રશાસન માટે શરમજનક વિષય છે.
મોટો સવાલ: શું ગુજરાતમાં ૯૦ વર્ષના વડીલને પોતાની પત્નીને શોધવા માટે, સરકારના દરવાજા ખખડાવવાને બદલે, પોતાના જીવનને જોખમમાં મૂકવું પડશે?
ઝડપનો અભાવ: જો સંજોગો કોઈ અનિચ્છનીય બનાવ તરફ ઇશારો કરી રહ્યા હોય (સોનું અને રોકડ સાથે રહસ્યમય ગુમશુદગી), તો શા માટે હજી સુધી તપાસમાં ગંભીરતા અને ઝડપ લાવવામાં આવી નથી?
ગુજરાત પ્રશાસને તાત્કાલિક જાગવું જોઈએ. ૯૦ વર્ષના વડીલના ઉપવાસની ઘટનાને ગંભીર ચેતવણી તરીકે લઈને, આ મામલાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે. રાજ્યના ગૃહ વિભાગે વ્યક્તિગત રીતે આ કેસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને તપાસમાં થયેલી બેદરકારી માટે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.
જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે અને પરિવારને ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ ઘટના ગુજરાત પ્રશાસનની સંપૂર્ણ નિષ્ફળતા તરીકે ઇતિહાસમાં નોંધવામાં આવશે. શું આ બહેરી સરકાર હવે આ વૃદ્ધ યુગલનો અવાજ સાંભળીને તાત્કાલિક પગલાં લેશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!