ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા
ગુમ થયેલી બાળકીનો મૃતદેહ કોથળામાં મળતા ગામમાં શોક

ગાંધીનગર બાળકી હત્યા કેસ

ગાંધીનગર બાળકી હત્યા કેસ
ગાંધીનગર: રાયપુર ગામમાં 9 વર્ષની બાળકીની હત્યા, કોથળામાં મળ્યો મૃતદેહ :
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયપુર ગામમાં એક ખૂબ જ ચોંકાવનારી અને હૃદય વિદારી દેનારી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરૂવારે મોડી રાત્રે ઘર પાછળની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવી હતી. આ ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં દહેશત અને શોક ફેલાયો છે.
12 નવેમ્બરે ગુમ થઈ હતી બાળકી :
મળતી માહિતી મુજબ બાળકી 12 નવેમ્બરના રોજ શંકાસ્પદ રીતે ગુમ થઈ ગઈ હતી. બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસ ટીમ તેની સતત શોધખોળ કરી રહી હતી.
પ્લાસ્ટિકનું કોથળું ખૂલી પડતાં હચમચી ગયો પરિવાર :
ગુરુવારે મોડી રાત્રે ઘરે પાછળની ઓસરી પાસે એક શંકાસ્પદ પ્લાસ્ટિકનું કોથળું જોવા મળ્યું. પોલીસ અને પરિવારજનોએ તપાસ કરતાં અંદરથી બાળકીનો મૃતદેહ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ ગામમાં શોક સાથે રોષનો માહોલ વ્યાપી ગયો છે.
પોલીસ અને FSL ટીમ સ્થળ પર દોડી આવી :
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરના એસપી, ડભોડા પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.
FSL ટીમે પણ ઘટનાસ્થળેથી વિવિધ પુરાવા એકત્રિત કર્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.
હત્યાનું કારણ અને આરોપીને શોધવા તપાસ શરૂ :
આ નાનકડી બાળકીની હત્યા કોણે કરી અને શા માટે કરી, તે જાણવા માટે પોલીસ તપાસને વધુ ગતિ આપવામાં આવી છે. ગામમાં ભય, શોક અને ગુસ્સો ફેલાયો છે અને લોકો ચોચવટે ન્યાયની માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.