અમદાવાદમાં 50 વર્ષીય વ્યક્તિએ કર્યો આપઘાત
અમદાવાદના જોધપુરમાં 50 વર્ષીય રમેશ ઠાકોરે ગોળી મારી આપઘાત કર્યો, પોલીસે તપાસ શરૂ કરી
રમેશ ઠાકોરે કર્યો આપઘાત
રમેશ ઠાકોરે કર્યો આપઘાત
અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પાસેની ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બર, શુક્રવારની રાત્રે એક દુઃખદ ઘટના બની છે. 50 વર્ષીય રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી
ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ રમેશ ઠાકોરને શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં, આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રમેશ ઠાકોરે જાતે જ ગોળી મારીને પોતાનો જીવ લીધો છે, પરંતુ આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળ કૌટુંબિક કારણ, આર્થિક મુશ્કેલી, કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગેની વિગતો જાણવા માટે પરિવારજનો અને નજીકના સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આશા રાખે છે કે, ટૂંક સમયમાં આ આપઘાત કેસનું રહસ્ય ઉકેલાઈ જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?