AHMEDABAD: પતિએ પત્નીની લાશના ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યો અને પછી...
અમદાવાદના નારોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાની હત્યા

અમદાવાદના નારોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાની હત્યા

અમદાવાદના નારોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાની હત્યા
અમદાવાદના નારોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાની હત્યા કરીને ફરાર થયેલા તેના પતિને પોલીસે ગણતરીના કલાકોમાં મુંબઇના ઘાટકોપરમાંથી ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી પતિએ 20 મે ના રોજ રાત્રે 10 વાગે હત્યા કરી હતી. નવાઇની વાત એ છે કે આરોપી પતિએ હત્યા કર્યા બાદ પત્નિની લાશનો વીડિયો ઉતારી લાશના ફોટા પણ પાડ્યા હતા અને 2 કલાક સુધી તે લાશની પાસે જ બેસી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે નારોલના શ્યામનગર પાસે એક ઓરડીમાંથી એ મહિલાની લાશ મળી આવી હતી જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તત્કાળ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મૃતક મહિલાનું નામ રીના રાજેન્દ્ર વર્મા છે. 20 વર્ષની રીના મુળ મુંબઇના ઘાટકોપર રમાબાઇ આંબેડકર નગરમાં રહેતી હતી. અને તેને વારંવાર તેના પતિ સાથે તેના ઝઘડા થતા હતા.
જેથી પોલીસે વિવિધ ટીમો બનાવીને તેના પતિ બોબીની શોધખોળ શરુ કરી હતી. તમામમાં તેનો પતિ બોબી અશોકભાઇ જંગમ (ઘાટકોપર) ની શોધખોળ શરુ કરીહતી. પોલીસે તેને મુંબઇના ઘાટકોપરથી ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી બોબી જંગમ એ પત્નીની હત્યા કરી હતી. બોબીને તેના પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને તેથી તેને પત્ની સાથે વારંવાર ઝઘડા થતા હતા. આ દંપતીને બે બાળકો પણ છે. તેની પત્ની 19 તારીખે બહાર ગઇ હતી અને 20 મી તારીખે પરત આવી હતીજેથી તેનો ઝઘડો થતાં તેણે ઉશ્કેરાઇને તેની પત્નીની લાકડાના પાવડા મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ પત્નીને વોશ બેસિન પર માથુ પછાડીને તેની હત્યા કરી હતી.
પત્નીની હત્યા કરીને આરોપી પતિ બોબી પત્નીની લાશ પાસે 2 કલાક સુધી બેસી રહ્યો હતો અને લાશના ફોટા પાડ્યા હતા તથા વિડીયો ઉતાર્યા હતા અને ત્યારબાદ તે કાલુપુર પહોંચ્યો હતો અને મુંબઇ પહોંચી ગયો હતો. આરોપી કેટરીંગનું કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે પહેલા પણ ઝઘડો થયો હતો અને ત્યારે પણ તેની પત્ની ત્રણ ચાર વાર ઘર છોડીને જતી રહી હતી અને પછી પરત આવતી હતી. ઝઘડો થતાં 19 તારીખે તે ફરીથી જતી રહી હતી અને 20 તારીખે પરત આવી હતી અને ત્યારબાદ ફરી ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી હતી. તેણે નશો કર્યો હતો કે કેમ તેની તપાસ કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.