UPમાં ડ્રગ્સ માફિયા પાસેથી કરોડોની રોકડ ઝડપાઈ
ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી, નોટો ગણતાં 22 કલાક લાગ્યા, ₹3 કરોડથી વધુની જપ્તી

ડ્રગ્સ માફિયાના ઘરે પકડાયેલી રોકડ ગણતાં પોલીસ કર્મચારીઓ

ડ્રગ્સ માફિયાના ઘરે પકડાયેલી રોકડ ગણતાં પોલીસ કર્મચારીઓ
ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માણિકપુર પોલીસ સ્ટેશનની ટીમે રાજેશ મિશ્રા ગેંગ પર દરોડો પાડી ₹2.01 કરોડ રોકડ, 6.075 કિલો ગાંજા અને 577 ગ્રામ સ્મેક (હેરોઈન) જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને રોકડની કુલ કિંમત ₹3 કરોડથી વધુ હોવાનું અનુમાન છે.
પોલીસ તપાસમાં ખુલ્યું કે ગેંગ લીડર રાજેશ મિશ્રા જેલની અંદરથી આખું નેટવર્ક ચલાવી રહ્યો હતો, જ્યારે તેની પત્ની રીના મિશ્રા બહારથી ગેંગ સંચાલિત કરતી હતી. દરોડા દરમિયાન રીના મિશ્રા, પુત્ર વિનાયક મિશ્રા, પુત્રી કોમલ મિશ્રા અને સંબંધીઓ અજિત કુમાર તથા યશ મિશ્રાની ધરપકડ કરવામાં આવી. તેઓ ઘરમાં પ્લાસ્ટિક થેલીઓમાં ડ્રગ્સ છુપાવી રહ્યા હતા ત્યારે પોલીસ પહોંચી ગઈ.
પોલીસે ઘરમાંથી મળેલી રોકડ રકમની ગણતરીમાં કુલ 22 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં સૌથી મોટી રોકડ રિકવરી ગણાય છે. અગાઉ પણ રાજેશ મિશ્રા પરિવારની ₹3.06 કરોડની મિલકત જપ્ત થઈ ચૂકી છે. રીના અને વિનાયક મિશ્રા બંને NDPS એક્ટ હેઠળ અગાઉથી જ આરોપી છે.
તપાસમાં વધુમાં ખુલ્યું કે રાજેશ મિશ્રાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને જામીન મેળવ્યા હતા. હાલ માણિકપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ કેસ નંબર 239/25 દાખલ થયો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે આ કાર્યવાહી ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી વિશેષ ઝુંબેશનો ભાગ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગેંગના અન્ય સભ્યોની શોધ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.