HULના ઇતિહાસમાં પહેલી મહિલા CEO: પ્રિયા નાયર
હિન્દુસ્તાન યુનિલિવરના બ્યુટી વિભાગની લીડર હવે HULની CEO

અનુભવી પ્રિયા નાયરની CEO પદે નિમણુંક

અનુભવી પ્રિયા નાયરની CEO પદે નિમણુંક
હિન્દુસ્તાન યુનિલિવર (HUL)માં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી છે. પ્રિયા નાયર HULમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) બનીને નવો ઇતિહાસ રચ્યો છે. HULના 92 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક મહિલાને પ્રમુખપદ આપવામાં આવ્યું છે તે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. HULએ 10 જુલાઈએ નવા CEO અને MDની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રિયા નાયરની CEO અને MD પદેની નિમણુંક 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. પ્રિયા નાયર તેમના 30થી વધુ વર્ષના અનુભવ સાથે HULમાં જોડાશે.
પ્રિયા નાયરની કાર્ય પૃષ્ઠભૂમિ:
પ્રિયા નાયર હાલમાં યુનિલિવરના બ્યુટી એન્ડ વેલબીઇંગના પ્રેસિડેન્ટ, HULના CEO અને MD તરીકે નિયુક્ત થશે. તેઓ જરૂરી મંજૂરીઓને આધીન, HUL બોર્ડમાં પણ જોડાશે અને યુનિલિવર લીડરશીપ એક્ઝિક્યુટિવ (ULE)ના સભ્ય તરીકે ચાલુ રહેશે. 10 જુલાઈએ નવા CEO અને MD તરીકે પ્રિયા નાયરની નિયુક્તિ જાહેર કર્યા બાદ હિન્દુસ્તાન યુનિલિવર શેરમાં જમ્પ સાથે ઉછાળો જોવા મળ્યો હતો.
પ્રિયા 1995માં HULમાં જોડાઈને હોમ કેર, બ્યુટી એન્ડ વેલબીઇંગ અને પર્સનલ કેર વ્યવસાયોમાં અનેક સેલ્સ અને માર્કેટિંગની ભૂમિકાઓ સંભાળી ચૂક્યા છે. તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ 2014થી 2020 દરમિયાન HULમાં હોમ કેરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા, ત્યારબાદ 2020થી 2022 સુધી HULમાં બ્યુટી એન્ડ પર્સનલ કેરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા. ત્યારબાદ, તેઓ યુનિલિવરમાં ગ્લોબલ ચીફ માર્કેટિંગ ઓફિસર, બ્યુટી એન્ડ વેલબીઇંગ બન્યા. 2023થી પ્રિયાએ યુનિલિવરના સૌથી ઝડપથી વિકસતા વ્યવસાયોમાંના એક બ્યુટી એન્ડ વેલબીઇંગના પ્રમુખ તરીકે સફળ કાર્યકાળ પસાર કર્યો છે.
પૂર્વ CEO રોહિત જાવા વિશે:
અગાઉ રોહિત જાવા HULમાં CEO અને MDનું સ્થાન સંભાળી રહ્યા હતા. જાવાની નિમણુંક જૂન, 2023માં કરવામાં આવી હતી. CEO અને MD તરીકેનો તેમનો કાર્યકાળ 2028માં પૂરો થવાનો હતો પરંતુ રોહિત જાવા 31 જુલાઈ 2025ના રોજ CEO અને MD પદ છોડી દેશે તેવું HULએ પ્રેસ રિલીઝ દરમિયાન જાહેર કર્યું છે. રોહિત જાવાએ બે વર્ષથી વધુ સમયના તેમના કાર્યકાળ દરમિયાન, કંપનીને વોલ્યુમ-નેતૃત્વવાળી સ્પર્ધાત્મક વૃદ્ધિ પ્રદાન કરી. જાવાએ 'ASPIRE' વ્યૂહરચના રજૂ કરી જે વ્યવસાયને પોર્ટફોલિયો અને ચેનલોને ઉચ્ચ-વૃદ્ધિ માંગ સ્થાનો તરફ પરિવર્તિત કરવા માટે પ્રેરિત કરી રહી છે.
રોહિતના કાર્યકાળ દરમિયાન બેંગલુરુમાં વેચાતા હોર્લિક્સ બિસ્કિટમાં જંતુનાશક દૂષણ મળી આવવાનો મામલો બન્યો હતો. આ હોર્લિક્સ બિસ્કિટની બ્રાન્ડ હિન્દુસ્તાન યુનિલિવર હેઠળ આવે છે. બૃહત બેંગલુરુ મહાનગરપાલિકા (BBMP)ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાંથી ઉદભવ્યો હતો જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બેંગલુરુના ડાઉનટાઉન સુપર માર્કેટમાંથી એકત્રિત કરવામાં આવેલા હોર્લિક્સ બિસ્કિટના નમૂનામાં અનુમતિપાત્ર મર્યાદાથી વધુ ક્લોરપાયરિફોસનું સ્તર હતું, જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ (દૂષકો, ઝેર અને અવશેષો) નિયમનો, 2011નું ઉલ્લંઘન હતું.
હોર્લિક્સ બિસ્કિટના દૂષિત નમૂનાના કેસ દરમિયાન યુનિલિવરના CEO તરીકે રોહિત જાવા ફરજ બજાવી રહ્યા હતા. હવે જાવાના રાજીનામાંના અઠવાડિયા પહેલા હાઇકોર્ટે રોહિત જાવા પરનો કથિત દૂષણમાં સીધી સંડોવણી અથવા જાણકારી હોવાનો કોઈ આરોપ નથી તેવું જાહેર કરી દીધું છે. કોર્ટે પુનઃપુષ્ટિ કરી કે કંપનીના અધિકારીને જ્યાં સુધી કંપની પોતે જ આરોપી ન બને ત્યાં સુધી જવાબદાર ઠેરવી શકાય નહીં. કોર્ટના આદેશો બાદ રોહિત જાવા પરની ફોજદારી કાર્યવાહી હવે રદ્દ થઈ છે.
37 વર્ષથી HUL સાથે જોડાયેલા રોહિત જાવાએ સોશિયલ મીડિયા લિંક્ડઇન પર ઈમોશનલ પોસ્ટ શેર કરી તેમને વિવિધ વ્યાવસાયિક કાર્યો માટેની તકને યાદ કરીને કાર્યકાળ દરમિયાન મળેલા વિવિધ નેતાઓ, બોર્ડ, માર્ગદર્શકો અને અધિકારીઓનો આભાર માન્યો હતો. જાવાએ HUL પરિવાર અને તેના સાથીદારોનો પણ હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. જાવા ચાલુ નાણાંકીય વર્ષના Q1નું પરિણામ જાહેર કર્યા બાદ રાજીનામું આપશેની જાહેરાત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..