વૈશ્વિક ઘઉં સસ્તા, ભારતીય થાળી કેમ મોંઘી?
વૈશ્વિક ઘઉં પુરવઠો ભરપૂર, પરંતુ ભારતમાં નીતિ અને MSP ભાવ ટકાવી રાખશે

ભારતનું ઘઉં બજાર

ભારતનું ઘઉં બજાર
ભારતમાં ઘઉં માત્ર એક પાક નથી, પરંતુ ખાધ્ય સુરક્ષા, મહેસૂલી મોંઘવારી અને રાજકીય નીતિનું કેન્દ્રબિંદુ છે. વર્ષ 2025–26માં ભારત ઘઉં બજારમાં એવી સ્થિતિમાં પ્રવેશી રહ્યું છે જ્યાં સ્થાનીક સ્તરે આત્મવિશ્વાસ મજબૂત છે, પરંતુ વૈશ્વિક બજાર અતિપુરવઠાથી દબાયેલું છે. આ બંને વચ્ચેનું સંતુલન 2026માં ઘરેલુ, બફર સ્ટોકની નીતિ, નિકાસ નીતિ અને મિલર્સની વ્યૂહરચના ના આધારે ખૂલ્લા બજારના ભાવ નક્કી થશે.
સૌપ્રથમ ભારતની વાત કરીએ. સરકારે ઘઉં માટે ન્યૂનતમ આધાર ભાવ (MSP) ₹2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. આ માત્ર ભાવ વધારો નથી, પરંતુ ખેડૂતો માટે સ્પષ્ટ સંદેશ છે કે ઘઉં હજુ પણ સરકારની પ્રાથમિકતા છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો રાઇસીડ અથવા અન્ય પાક તરફ વળવાની ચર્ચા કરી રહ્યા હતા.
ઉત્પાદન દૃશ્ય મજબૂત છે. આ વર્ષે ભારત ઘઉંનું ઉત્પાદન 118 થી 119 મિલિયન ટન સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા મુખ્ય આધારસ્તંભ છે, જ્યારે ગુજરાત પણ આશરે 30 લાખ ટન ઉત્પાદન સાથે યોગદાન આપે છે. પંજાબમાં પૂરથી નુકસાનની વાત છે, પરંતુ અન્ય રાજ્યોમાં ઉત્તમ ઉપજ એ ખોટને સંતુલિત કરશે.
હવે થોડી ઉપરથી નજર કરીએ — વૈશ્વિક ઘઉં બજાર પર. વિશ્વમાં હાલ ઘઉંનો પુરવઠો અપેક્ષા કરતાં ઘણો વધુ છે. યુરોપિયન યુનિયનનું ઉત્પાદન છેલ્લા દાયકાના ઊંચા સ્તરે પહોંચ્યું છે. રશિયાએ ફરી એકવાર મજબૂત પાક આપ્યો છે અને અમેરિકા, કેનેડા, અર્જેન્ટિના જેવા દેશો પણ ઉચ્ચ ઉત્પાદન સાથે બજારમાં હાજર છે. આ કારણે વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવ નરમ (Bearish) રહેવાની શક્યતા છે.
આ વૈશ્વિક સ્થિતિ ભારત માટે શું અર્થ ધરાવે છે?
પ્રથમ, ભારતના MSP આધારિત ભાવ વૈશ્વિક ભાવ કરતાં ઊંચા છે, એટલે તાત્કાલિક નિકાસ માટે ભાવ સ્પર્ધાત્મક નથી.
બીજું, સરકારને ખાતરી છે કે વિશ્વમાં ઘઉંની કમી નહીં પડે, એટલે તે દેશની અંદર મોંઘવારી નિયંત્રણ અને PDS પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
અહીંથી વાત આવે છે સરકારી ખરીદી અને સ્ટોક્સ પર. સરકાર આ સિઝનમાં અંદાજે 30 થી 32 મિલિયન ટન ઘઉંની ખરીદી કરી શકે છે. હાલના સ્ટોક્સ સાથે જોવામાં આવે તો સરકાર પાસે ઘઉંનો જથ્થો બફર નોર્મથી ઘણો વધુ છે. આ જથ્થો NFSA અને PMGKAY જેવી યોજનાઓ માટે પૂરતો છે, જેમાં કરોડો લોકો માટે ઘઉં વિતરણ થાય છે.
પરંતુ મિલર્સની ચિંતા અલગ છે. ભારતનો સંગઠિત ફ્લોર મિલિંગ સેક્ટર દર વર્ષે આશરે 18–20 મિલિયન ટન ઘઉં ઉપયોગ કરે છે, પરંતુ હાલ ઘણા મિલ્સ અડધા ક્ષમતા પર જ ચાલે છે. મિલર્સ માંગ કરી રહ્યા છે કે બફર સ્ટોક 7–8 મિલિયન ટનથી વધારી 18–20 મિલિયન ટન કરવામાં આવે, જેથી બજારમાં અચાનક ભાવ ઉછાળો ન આવે. સરકારે આ માંગ સ્વીકારી નથી અને તેના બદલે સ્ટોક લિમિટ, ઓપન માર્કેટ સેલ અને નિયંત્રિત રિલીઝ પર ભરોસો રાખ્યો છે.
એપ્રિલથી જૂન 2026 દરમિયાન, એટલે કે કાપણી સીઝનમાં, બજારમાં ઘઉંની આવક વધશે અને મંડી ભાવ MSPની આસપાસ કે થોડા ઉપર સ્થિર રહેશે. પરંતુ ઈતિહાસ બતાવે છે કે એકવાર આવક ઘટે, ભાવ ફરી ઊંચા જાય છે. અગાઉના વર્ષોમાં MSP કરતાં 10–15% વધુ ભાવજોવા મળ્યા હતા, જેના કારણે સરકારને કડક પગલાં લેવા પડ્યા હતા.
તો હવે સીધો સવાલ — ગ્રાહકોને કેટલું ચૂકવવું પડશે?
2026માં સામાન્ય ઘઉંના રિટેલ ભાવ ₹3,200 થી ₹3,600 પ્રતિ ક્વિન્ટલ રહેવાની શક્યતા છે. જ્યારે શરબતી, સોનાલિકા, ખાપલી, ટુકડી, દાઉદખાની અને ભાલિયા જેવી ઉચ્ચ ગુણવત્તાની જાતો માટે વધુ ભાવ ચૂકવવો પડશે. MSP, ટ્રાન્સપોર્ટ, પીસાણ અને રિટેલ માર્જિન — આ તમામ મળીને ભાવને ઉપર રાખે છે.
નિકાસ નીતિ હવે સૌથી મોટો વાઇલ્ડકાર્ડ છે. સરકાર ઘઉં આધારિત ઉત્પાદનોની મર્યાદિત નિકાસ પર વિચાર કરી રહી છે. જો શરૂઆતમાં થોડો જ નિકાસ થાય, તો તે મિલર્સ માટે રાહત બની શકે છે, પરંતુ કાચા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવવાની સંભાવના હાલ ઓછી છે.
નિષ્કર્ષ સ્પષ્ટ છે:
વૈશ્વિક સ્તરે ઘઉં સસ્તુ અને ભરપૂર છે, પરંતુ ભારતમાં MSP, સરકારી નીતિ અને ખોરાક સુરક્ષાના કારણે ઘઉંના ભાવ મજબૂત રહેશે. ખેડૂત સુરક્ષિત રહેશે, સરકાર સંતુલન સાધશે, પરંતુ ગ્રાહકોએ થોડું વધુ ચૂકવવા તૈયાર રહેવું પડશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.