ભારતીય શેરબજારમાં અવિરત તેજી
સેન્સેક્સ 76,500 અને નિફ્ટી 24,000ની નજીક, ક્રૂડ ઓઇલ ગગડ્યું

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Indian Stock Market Booms: વૈશ્વિક ભૂ-રાજકીય મોરચેથી આવેલા એક ખૂબ જ મોટા અને સકારાત્મક સમાચારને પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા શાંતિ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવાના નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. ક્રૂડ ઓઇલ સસ્તું થતાં જ વૈશ્વિક ફુગાવાનું જોખમ ઘટ્યું છે, જેની સીધી પોઝિટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. મંગળવારે ટ્રેડિંગની શરૂઆતમાં મજબૂત સેન્ટિમેન્ટ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76,500 ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 24,000 ના માઈલસ્ટોનની બિલકુલ નજીક પહોંચી ગયો છે.
બજારની શાનદાર શરૂઆત
મંગળવારે શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોની જોરદાર લેવાલીને કારણે બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાન સાથે ખૂલ્યા હતા. BSE સેન્સેક્સ અગાઉના બંધ 76,264 સામે 262 પોઈન્ટના વધારા સાથે 76,526 પર ખૂલ્યો હતો અને જોતજોતામાં તે 76,586 ની સપાટી પર પહોંચી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ સોમવારના બંધ 23,857 થી 70 પોઈન્ટથી વધુ વધીને 23,924 પર ખૂલ્યો હતો અને 23,944 ની સપાટી સુધી પહોંચી ગયો હતો.
અમેરિકા-ઈરાન ડીલથી ક્રૂડ ઓઇલ 7 ટકા ગગડ્યું
શેરબજારમાં આવેલી આ તોફાની તેજી પાછળનું સૌથી મોટું અને મુખ્ય પરિબળ કાચું તેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરારની સત્તાવાર જાહેરાત કરતાં જ તેલના ભાવ ઝડપથી નીચે આવ્યા છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' જળમાર્ગ ફરી ખુલવાથી તેલ અને ગેસનું સંકટ દૂર થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $80 ની નજીક જ્યારે WTI ક્રૂડ ઓઇલ $81 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ખાસ કરીને મંગળવારે મુર્બન ક્રૂડ ઓઇલના ભાવમાં 7 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે $77 પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
તેલ સસ્તું થતાં રૂપિયો મજબૂત બન્યો
કાચા તેલના ભાવમાં ઘટાડો થવાથી ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે આયાત બિલ ઘટશે, જે દેશના અર્થતંત્ર માટે અમૃત સમાન છે. આ સકારાત્મક બદલાવને કારણે ભારતીય ચલણ 'રૂપિયો' યુએસ ડોલર સામે 8 પૈસા મજબૂત થઈને 94.63 પર ખૂલ્યો હતો, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં 94.71 પર બંધ રહ્યો હતો. ટૂંકા ગાળા માટે સ્થાનિક કરન્સીનો ટ્રેન્ડ હવે મજબૂતી તરફ આઈ ગયો છે.
આ શેરોમાં જોવા મળી સૌથી વધુ તેજી
બજાર ખુલતાની સાથે જ લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ એમ ત્રણેય કેટેગરીના શેરોમાં રોકાણકારોએ કમાણી કરી હતી.
લાર્જકેપ શેર્સ: આઈટી અને ફાઈનાન્સ સેક્ટરે બજારને સૌથી વધુ સપોર્ટ આપ્યો. HCL ટેકનો શેર 3 ટકા અને બજાજ ફાઇનાન્સના શેર 2 ટકાથી વધુ ઉછળ્યા હતા.
મિડકેપ શેર્સ: સુઝલોન એનર્જી (3%), GMR એરપોર્ટ (3%), ડિક્સન ટેકનોલોજી (2.10%) અને યસ બેંક (1.90%) ના શેરોમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.
સ્મોલકેપ શેર્સ: લાલ પાથ લેબના શેરમાં સૌથી વધુ 7 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો હતો, જ્યારે PGEL 4 ટકા અને IIFL 3.60 ટકા વધ્યા હતા.
ભારતીય માર્કેટમાં તેજી આવવાના 3 મુખ્ય વૈશ્વિક કારણો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર: આ કરારથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક બજારો ઉત્સાહમાં છે. આ જ આશાવાદ વચ્ચે જાપાનનો 'નિક્કી ઇન્ડેક્સ' ઈતિહાસમાં પહેલીવાર 70,000 ના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયો હતો.
RBIનો મોટો નિર્ણય: ભારતીય રિઝર્વ બેંકે હવે વિદેશી વ્યક્તિગત રોકાણકારોને ભારતીય શેરબજારમાંથી સીધા જ શેર ખરીદવાની લીલી ઝંડી આપી દીધી છે, જેનાથી બજારમાં વિદેશી નાણાંનો પ્રવાહ વધશે.
ટેક્સ માફી અને બોન્ડ માર્કેટમાં રેકોર્ડ રોકાણ: કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારો માટે લાંબા અને ટૂંકા ગાળાના કેપિટલ ગેઇન્સ ટેક્સ સંપૂર્ણ નાબૂદ કર્યા છે અને વ્યાજની આવક પરનો વિથહોલ્ડિંગ ટેક્સ પણ હટાવી દીધો છે. પરિણામે જૂન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડ્સમાં $1.84 બિલિયનનું 16 મહિનાનું સૌથી મોટું રોકાણ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.