Tariff War : અમેરિકા દ્વારા ચીની માલ પર 245% ટેરિફ લગાવાયો, હવે જિનપિંગ શું કરશે?
જો અમેરિકા ખરેખર વાટાઘાટો દ્વારા મુદ્દાઓનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે દબાણ કરવાનું બંધ કરવું પડશે...

અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધુ ઘેરું બન્યું

અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધુ ઘેરું બન્યું
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો વેપાર યુદ્ધ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાએ ચીનથી આવતા માલસામાન પર આશ્ચર્યજનક રીતે 245% સુધીનો ટેરિફ (આયાત કર) લાદી દીધો છે. વ્હાઇટ હાઉસની એક ફેક્ટ શીટ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે ચીને પોતાની એરલાઇન્સને બોઇંગ જેટની વધુ ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, બેઇજિંગે ચીની વિમાન કંપનીઓને અમેરિકન કંપનીઓ પાસેથી વિમાન સંબંધિત સાધનો અને સ્પેરપાર્ટ્સની ખરીદી પણ રોકવાનો નિર્દેશ આપ્યો છે. ચીને આ પગલું અમેરિકા દ્વારા અગાઉ ચીની વસ્તુઓ પર 145% ટેરિફ લાદવાના નિર્ણયના જવાબમાં ભર્યું છે.
અમેરિકા સામે ઝૂકશે નહીં...
ટેરિફમાં વધારા અંગે પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે તેઓ અમેરિકા સાથે વેપાર યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ અમેરિકન દબાણ સામે ચૂપ નહીં રહે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, જો અમેરિકા ખરેખર વાટાઘાટો દ્વારા મુદ્દાઓનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે દબાણ કરવાનું બંધ કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, હવે આ મામલે નિર્ણય લેવાની જવાબદારી વોશિંગ્ટનની છે. પ્રવક્તા ઝાંગ શિયાઓગાંગે અમેરિકાની નિંદા કરી અને કહ્યું કે તેમણે પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે આવી રણનીતિ અમેરિકાની મહાનતાને પુનઃસ્થાપિત નહીં કરી શકે. ચીને બોઇંગના રિપોર્ટનું ખંડન કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમને એવી કોઈ માહિતી નથી કે બેઇજિંગે વધતા જતા વેપાર અને સુરક્ષા તણાવ વચ્ચે બોઇંગ જેટની ડિલિવરી રોકવાનો આદેશ આપ્યો છે.
બંને દેશોમાં વધી કડવાશ...
અમેરિકાએ વિશ્વના બાકીના દેશોને અમેરિકન ટેરિફ (Tariff War)થી 90 દિવસની રાહત આપી છે, પરંતુ ચીનને આમાંથી બાકાત રાખ્યું છે. આના કારણે ચીન અને અમેરિકાના સંબંધોમાં કડવાશ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે ટ્રમ્પનું સીધું નિશાન માત્ર અને માત્ર ચીન પર જ છે. જો કે, બંને દેશો વચ્ચે છેડાયેલા આ ટેરિફ યુદ્ધથી માત્ર ચીન અને અમેરિકાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને નુકસાન થશે.
બોઇંગના શેરમાં ઘટાડો...
ચીનમાં બોઇંગના વિમાનોની ડિલિવરી પર લાગેલી રોકનો સીધો અસર બોઇંગના શેરો પર પણ જોવા મળી રહ્યો છે. નેસ્ડેક પર 15 એપ્રિલ, 2025 ના રોજ સવારે 8 વાગ્યાને 23 મિનિટે કંપનીનો શેર 3.56 ટકાના ઘટાડા સાથે 153.61 અમેરિકન ડોલર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 14 એપ્રિલના રોજ કંપનીનો શેર 159.28 અમેરિકન ડોલર પર બંધ થયો હતો. આમ, ગત સત્રની સરખામણીમાં બોઇંગનો શેર આજે 5.67 અમેરિકન ડોલર તૂટી ગયો હતો. બોઇંગનું માર્કેટ કેપ હાલમાં 115,023,910,927 અમેરિકન ડોલર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.