અષાઢી બીજના પાવન દિવસ પર અમદાવાદીઓમાં ખરીદીનો ધમધમાટ
અમદાવાદમાં બીજના દિવસે 5500 ટુ- વ્હીલર અને 1020 કારનું વિચાણ થયું, રિયલ એસ્ટેટમાં પણ તેજી જોવા મળી

શહેરમાં અષાઢી બીજે વાહનોની ખરીદીમાં ધસારો

શહેરમાં અષાઢી બીજે વાહનોની ખરીદીમાં ધસારો
હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢી બીજને એક વણજોયું સારું મૂહર્ત ગણવામાં આવે છે. એવામાં અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ખરીદીનો ધસારો જોવા મળ્યો. સવારથી જ વાહન શો રૂમ, રિયલ એસ્ટેટ સાઇટ અને બજારોમાં નવા વાહનો ખરીદવા અથવા ઘર કે ઓફિસ બુક કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના ડેટા અનુસાર, શહેરમાં અષાઢી બીજના દિવસે લગભગ 5,500 ટુ-વ્હીલર અને 1,020 કારનું વેચાણ થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં ટુ-વ્હીલરનું વેચાણ સ્થિર રહ્યું હતું, પરંતુ કાર ડિલિવરીમાં લગભગ 10 %નો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન, લગભગ 1,150 કારનું વેચાણ થયું હતું. ઘણા વાહન શો રૂમે ગ્રુપ ડિલિવરીની વ્યવસ્થા પણ કરી હતી.
FADAના ગુજરાત પ્રમુખ પ્રણવ શાહે જણાવ્યું કે, "અમે એન્ટ્રી-લેવલ મોડેલથી લઈને લક્ઝરી કાર સુધી તમામ પ્રકારના વેચાણ જોયા છે. જો કે ગયા વર્ષ કરતાં કારની એકંદર માંગ થોડી ઓછી હતી."
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ તેજી જોવા મળી. અમદાવાદ અને તેની નજીકના ઘણા બિલ્ડરોએ આગામી પ્રોજેક્ટ્સ માટે ભૂમિપૂજન કર્યું. નવા ઘરો અને ઓફિસો માટે અનેક બુકિંગ કરવામાં આવ્યા. ઘણા પરિવારોના ઘરમાં વસ્તુપૂજન પણ કરવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.