ડિસેમ્બરમાં RBI આપી શકે છે ગુડ ન્યૂઝ: 25 BP રેટ કટ
ફુગાવો ૬ વર્ષના તળિયે પહોંચતા રેપો રેટ ૫.૨૫% થવાની સંભાવના; ખેત પેદાશોના ભાવ ઘટ્યા

મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ

મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ
જો અમેરિકા દ્વારા વર્ષના અંત સુધીમાં ૫૦% ટેરિફ લાગુ રહે તો ભારતીય રિઝર્વ બેંક (RBI) ડિસેમ્બરમાં યોજાનારી તેની મોનિટરી પોલિસીની બેઠકમાં સામાન્ય જનતાને સારા સમાચાર આપી શકે છે. એક અહેવાલ મુજબ, કેન્દ્રીય બેંક ડિસેમ્બરમાં પોલિસી રેટ (રેપો રેટ)માં ૨૫ બેસિસ પોઈન્ટ (BP)નો ઘટાડો કરી શકે છે. આ ઘટાડા બાદ રેપો રેટ ઘટીને ૫.૨૫% થઈ જશે.
ફુગાવો ૬ વર્ષના તળિયે
ફુગાવો વર્ષોના પોતાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે, જેના કારણે RBIને મોનિટરી પોલિસીમાં ઢીલ આપવાનો વધુ અવકાશ મળી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવો વાર્ષિક ધોરણે માત્ર ૧.૫ ટકા હતો, જે જૂન ૨૦૧૭ પછીનો સૌથી નીચો સ્તર છે. આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, અનાજનું સારું ઉત્પાદન અને પૂરતા પ્રમાણમાં ખાદ્ય સંગ્રહને કારણે થયો હતો.
ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયા પછી, સપ્ટેમ્બરમાં ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. અનાજ અને કઠોળના ભાવમાં પણ માસિક ઘટાડો જોવા મળ્યો, જેનાથી એકંદર ફુગાવાના દબાણમાં ઘટાડો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરેરાશ મોંઘવારી ૧.૭% હતી, જે RBIના ૧.૮%ના અંદાજ કરતાં પણ ઓછી છે.
સોનાના ભાવ અને આગામી અંદાજ
જોકે, સોનાના ભાવમાં અતિશય વધારાના કારણે હેડલાઈન CPI ઊંચી રહી હતી. સપ્ટેમ્બરમાં સોનાના ભાવ વાર્ષિક ધોરણે લગભગ ૪૭% વધ્યા હતા, અને હેડલાઈન CPIમાં સોનાનું જ યોગદાન આશરે ૫૦ બેસિસ પોઈન્ટ જેટલું હતું.
HSBCના અહેવાલમાં જણાવાયું છે કે, ઓક્ટોબરમાં ફુગાવો ૧%થી નીચે આવવાની શક્યતા છે. ઓક્ટોબરના પ્રથમ ૧૦ દિવસમાં શાકભાજીના ભાવમાં ૩ થી ૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, તેલના નીચા ભાવ અને ચીનથી સસ્તી નિકાસના કારણે પણ આગામી મહિનાઓમાં મોંઘવારી પર નિયંત્રણ રહેવાની આશા છે. દરમિયાન, સરકાર ઇકોનોમિક ગ્રોથને વેગ આપવા માટે નવા આર્થિક સુધારાની સાથે-સાથે એક્સપોર્ટ્સ માટે એક રાહત પેકેજનું પણ એલાન કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બર્કશાયર હેથવેની કમાન સંભાળનાર વોરેન બફેટે હવે લીધો મોટો નિર્ણય! ચેરમેન પદ છોડ્યા બાદ તેમની જગ્યાએ કોણ આવ્યું?

UPI ચાર્જ પર ફરી સવાલો કેમ ઊઠ્યા? BharatPeનું સમર્થન અને અશ્નીર ગ્રોવરનો વિરોધ ચર્ચામાં

“₹2,000 પાર થયું UPI બિલ તો શું થશે? તહેવારો પહેલાં MDRને લઈને રિટેલ માર્કેટમાં હલચલ”