2026માં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે: SBIનો રિપોર્ટ
ક્રૂડ ઓઈલ 50 ડોલર સુધી ઘટવાની શક્યતા, મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને મળશે મોટી રાહત

પેટ્રોલ ડીઝલ

પેટ્રોલ ડીઝલ
મોંઘવારીના બોજ હેઠળ દબાયેલી જનતા માટે આગામી સમય રાહતના સમાચાર લઈને આવી રહ્યો છે. એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટું ગાબડું જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર, જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને પ્રતિ બેરલ 50 ડોલર સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે.
ક્રૂડ ઓઈલની વર્તમાન સ્થિતિ :
અત્યારે વૈશ્વિક બજારમાં બ્રન્ટ ક્રૂડ 61.76 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ 58.29 ડોલર પર છે. જોકે, ટેકનિકલ એનાલિસિસ મુજબ ભારતીય ક્રૂડ ઓઈલની કિંમતો હાલમાં 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે છે. આ સંકેત આપે છે કે આગામી સમયમાં તેલના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહેશે.
ભારત પર તેની હકારાત્મક અસર :
એસબીઆઈ રિસર્ચના મતે બ્રન્ટ ક્રૂડ અને ઈન્ડિયન બાસ્કેટ વચ્ચે ગાઢ સંબંધ છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટતા જ ભારત માટે તેલની આયાત સસ્તી થશે. આ ઘટાડાથી માત્ર ટ્રાન્સપોર્ટેશન જ સસ્તું નહીં થાય, પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થશે. તેલના ભાવમાં રાહત મળવાથી દેશના આર્થિક વિકાસને પણ નવો વેગ મળશે.
ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો :
અમેરિકી ઉર્જા માહિતી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, 2026ના શરૂઆતના મહિનાઓમાં તેલના ભંડારમાં વધારો થવાથી બ્રન્ટ ક્રૂડ સરેરાશ 55 ડોલર સુધી આવી શકે છે. વૈશ્વિક બજારમાં તેલના પુરવઠામાં થનારો વધારો આ કિંમતો ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
નોંધનીય છે કે ભારતમાં લાંબા સમયથી ઈંધણના ભાવ સ્થિર છે. હાલ દિલ્હી અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જે સ્તરે છે, તેમાં વર્ષ 2026ના મધ્ય સુધીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, જે સામાન્ય પરિવારોના બજેટમાં મોટી બચત કરાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.