ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં નવો વળાંક, આરોપીઓનું લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવાશે!
બેંકના જનરલ મેનેજર અને હેડ એકાઉન્ટન્ટ હિતેશ મહેતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે...

ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાના કૌભાંડ...

ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાના કૌભાંડ...
ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાના કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી હિતેશ મહેતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ Economic Offences Wing (EOW) કરવા જઈ રહી છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, બેંકના જનરલ મેનેજર અને હેડ એકાઉન્ટન્ટ હિતેશ મહેતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવનાર છે. હકીકતમાં, હિતેશ પોલીસને તપાસમાં કોઈપણ રીતે સહકાર આપી રહ્યો નથી અને રોકડનું શું થયું તે અંગે પણ કોઈ માહિતી આપી રહ્યો નથી. પોલીસ આ માટે કાનૂની ટીમ સાથે પણ વાત કરી રહી છે. બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી જ લાઇ ડિટેક્ટર ટેસ્ટ લેવામાં આવશે.
આરોપી 21 ફેબ્રુઆરી સુધી EOW કસ્ટડીમાં...
Economic Offences Wing (EOW) એ 122 કરોડ રૂપિયાના ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી જનરલ મેનેજર હિતેશ મહેતા અને ધર્મેશ પૌનની ધરપકડ કરી હતી અને રવિવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓને 21 ફેબ્રુઆરી સુધી EOW કસ્ટડીમાં મોકલી દીધા હતા.
122 કરોડનું કૌભાંડ...
માહિતી અનુસાર, EOW એ રવિવારે ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં ડેવલપર ધર્મેશ પૌનની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ધર્મેશે આ કેસમાં થયેલા 122 કરોડ રૂપિયામાંથી 70 કરોડ રૂપિયા લીધા હતા. Economic Offences Wing અનુસાર, ધર્મેશે મુખ્ય આરોપી જનરલ મેનેજર હિતેશ મહેતા પાસેથી મે અને ડિસેમ્બર 2024 માં 1.75 કરોડ રૂપિયા અને જાન્યુઆરી 2025 માં 50 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ કેસમાં પોલીસે લાંબી પૂછપરછ બાદ શનિવારે હિતેશ મહેતાની ધરપકડ કરી હતી. બંનેને 21 ફેબ્રુઆરી સુધી EOW કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
બેંક કૌભાંડમાં ઉન્નાથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈ ફરાર...
EOW અધિકારીના જણાવ્યા અનુસાર, બેંક કૌભાંડ કેસમાં આરોપી ઉન્નાથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઈ ફરાર છે. બંનેની શોધખોળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, હિતેશ મહેતા શનિવારે EOW ના સમન્સ પર તેની ઓફિસ પહોંચ્યા હતા. લાંબી પૂછપરછ બાદ, EOW દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. EOW DCP મંગેશ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દેવર્ષિ શિશિર કુમાર ઘોષે મુંબઈના દાદર પોલીસ સ્ટેશનમાં હિતેશ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેતા પર બેંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.
કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો...
ઘોષ દ્વારા દાખલ કરાયેલી FIR માં આરોપ મૂકવામાં આવ્યો છે કે જનરલ મેનેજર હિતેશ મહેતા અને તેમના કેટલાક સહયોગીઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને બેંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. જનરલ મેનેજરે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને પોતાના સહયોગીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું. FIR માં, આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ મુંબઈના EOW ને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈની ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાદ્યા હતા. RBI એ કહ્યું હતું કે, બેંકની સ્થિતિ સુધરે ત્યાં સુધી આ પ્રતિબંધો અમલમાં રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.