EPFOનો નવો નિયમ, કર્મચારીની ઈચ્છા મુજબ PF યોગદાન
હવે ₹15,000થી વધુના પગાર મામલે વધારાનું PF યોગદાન કર્મચારીની મરજી મુજબ કાપવાનું રહેશે

AI જનરેટેડ

AI જનરેટેડ
Big change in PF contribution: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પ્રોવિડન્ટ ફંડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે ₹15,000 સુધીના માસિક મૂળ પગાર પર જ 12 ટકા PF યોગદાન ફરજિયાત રહેશે. કોઈ કર્મચારીનો પગાર મર્યાદાથી વધુ હોય તો વધારાની રકમ પર PF કપાવવો કે નહીં તે કર્મચારીના નિર્ણય પર આધારિત રહેશે.
₹1 લાખ પગાર હોવા છતાં ફરજિયાત કપાત મર્યાદિત
નવા નિયમ પ્રમાણે કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹1 લાખ કે તેથી વધુ હોય તો પણ ફરજિયાત PF યોગદાન ₹15,000ના પગારના આધારે જ ગણાશે. એટલે કર્મચારી અને કંપની બંને તરફથી નિયમ મુજબ ₹1,800-₹1,800નું યોગદાન ફરજિયાત રહેશે. આથી વધુ PF જમા કરાવવાનો નિર્ણય સ્વૈચ્છિક રહેશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મુખ્ય કંપની જવાબદાર રહેશે. કંપનીઓએ 15 દિવસમાં કમ્બાઈન્ડ રિટર્ન ફાઈલ કરવું પડશે.
સ્વૈચ્છિક PF યોગદાનનો વિકલ્પ
નવી 'એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ્સ સ્કીમ-2026' હેઠળ કર્મચારીઓને વધુ બચત કરવા માટે વધારાનું PF યોગદાન આપવાની છૂટ આપવામાં આવી છે. જો કર્મચારી વધારાનું યોગદાન આપવા માંગે તો કંપની પણ પોતાની ઇચ્છા મુજબ સમાન યોગદાન આપી શકે છે. પરંતુ તેના માટે કંપની પર કોઈ ફરજિયાત જોગવાઈ રાખવામાં આવી નથી. બંને પક્ષો જરૂરિયાત મુજબ આ વધારાનું યોગદાન ઘટાડવા અથવા બંધ કરવાની પણ સ્વતંત્રતા રાખશે.
PF ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ
EPFOએ PFમાંથી એડવાન્સ ઉપાડવાના નિયમોને પણ સરળ બનાવ્યા છે. અગાઉ અલગ-અલગ 13 કેટેગરીમાં અરજી કરવાની વ્યવસ્થા હતી. જેને હવે ઘટાડીને માત્ર ત્રણ મુખ્ય કેટેગરીમાં ગોઠવવામાં આવી છે. જેમાં 1. તાત્કાલિક જરૂરિયાતો જેમ કે સારવાર, શિક્ષણ અને લગ્ન, 2. ઘર સંબંધિત જરૂરિયાતો અને 3. ખાસ પરિસ્થિતિઓ. આ બદલાવનો હેતુ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.
100 ટકા એડવાન્સ ઉપાડની છૂટ, પરંતુ શરત સાથે
નવી જોગવાઈ મુજબ સભ્યોને તેમના PF ખાતામાં જમા થયેલી કુલ રકમના 100 ટકા સુધી એડવાન્સ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, એક મહત્વની શરત પણ રાખવામાં આવી છે. સભ્યોએ પોતાના PF ખાતામાં ઓછામાં ઓછું 25 ટકા બેલેન્સ જાળવી રાખવું પડશે, જેથી નિવૃત્તિ માટેની બચત સુરક્ષિત રહે.
ખાનગી કંપનીઓના સેલરી સ્ટ્રક્ચર પર અસર
ખાનગી ક્ષેત્રમાં મોટાભાગની કંપનીઓ CTC આધારિત પગાર માળખું અપનાવે છે. નવા નિયમો બાદ કંપનીઓ અને કર્મચારીઓ પરસ્પર સહમતીથી PF અને અન્ય લાભોને ધ્યાનમાં રાખીને સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકશે. જોકે, હાલના PF સભ્યોનું સભ્યપદ યથાવત રહેશે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જવાબદારી સ્પષ્ટ
EPFOએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. જો કોન્ટ્રાક્ટર અલગથી નોંધાયેલો ન હોય તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના PF યોગદાનની જવાબદારી મુખ્ય કંપની એટલે કે પ્રિન્સિપલ એમ્પ્લોયરની રહેશે. આ પગલાથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતોને વધુ સુરક્ષા મળશે.
કંપનીઓ માટે નવા ફાઇલિંગ નિયમો
નવી સ્કીમ હેઠળ દરેક કંપનીએ સ્કીમ અમલમાં આવ્યા બાદ 15 દિવસની અંદર 'ફોર્મ-V' દ્વારા કમ્બાઈન્ડ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત રહેશે. તેમાં કર્મચારીઓની આધાર, PAN, UAN, ગ્રોસ વેતન અને EPF વેતન સહિતની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આ વ્યવસ્થા દ્વારા EPFOની નોંધણી અને મોનિટરિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.