IT કર્મચારીઓને દૈનિક 14 કલાક કામ કરવાના બિલ પર કર્ણાટક સરકારની પીછેહઠ
વિપક્ષ અને IT કર્મચારીઓનો વિરોધ થતાં સરકારે બિલ લાવવાનું ટાળ્યુ

Karnataka government backs down on bill to make IT employees work 14 hours a day

Karnataka government backs down on bill to make IT employees work 14 hours a day
કર્ણાટકમાં સોફ્ટવેર પ્રોફેશનલ્સને દૈનિક 14 કલાક કામ કરવાના બિલ પરની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર પર ભાજપે પ્રહાર કરતા સરકાર બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યુ છે. શ્રમ મંત્રીએ કહ્યુ કે અમે IT ઉદ્યોગના દબાણ હેઠળ છીએ. પરંતુ તેનું મૂલ્યાંકન કરીને નિર્ણય કરીશું.
કર્ણાટકમાં IT કર્મચારીઓ માટે દરરોજ 14 કલાક કામ કરવાની જોગવાઈ કરતા બિલ પર સરકારે યુ-ટર્ન લીધો છે. શ્રમ મંત્રી સંતોષ લાડે સ્પષ્ટતા કરી કે ટેક સેક્ટરના લોકો વધુ કલાકો કામ કરે તે માટે આઈટી ઈન્ડસ્ટ્રીઝ તરફથી કાયદો બનાવવાનું દબાણ છે.
પરંતુ તેઓ આ બાબતનું મૂલ્યાંકન કરી રહ્યા છે. લાડે કહ્યું કે સરકાર હજુ બિલની તપાસ કરી રહી છે. જે સોફ્ટવેર પ્રોફેશનલ્સને દૈનિક 14 કલાક કામ કરવાની ફરજ પાડશે.
ભાજપ આ બિલનો વિરોધ કર્યો છે. ભાજપનું કહેવું છે કે આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે. સરકાર એકપક્ષીય નિર્ણય લઈ શકે નહીં. આઈટી સેક્ટરના કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનોએ પહેલાથી વિરોધ કર્યો છે. વિરોધના કારણે સરકાર બિલ પર કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
આઈટી કર્મચારીઓમાં નારાજગી :
સંતોષ લાડે કહ્યું કે, હું ઇચ્છું છું કે તમામ ઔદ્યોગિક વડાઓ આ અંગે ચર્ચા કરે. કારણકે આ મુદ્દો પબ્લિક ડોમેનમાં છે. લોકો તેમના મંતવ્યો વ્યક્ત કરવા સ્વતંત્ર છે. મામલો જગજાહેર બન્યો હોવાથી આઈટી કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
તેમણે ઉમેર્યુ કે હું ઈચ્છું છું કે લોકો તેમના મંતવ્યો શેર કરે. તેના આધારે અમે ચોક્કસપણે ધ્યાન આપીશું. મંત્રીએ કહ્યું કે IT કંપનીઓ, માલિકો અને ડિરેક્ટરોએ આગળ આવવું જોઈએ અને વર્ક-લાઈફ બેલેન્સના મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. પ્રતિસાદ હકારાત્મક હોય કે નકારાત્મક, સરકાર વિચારશે કે શું કરવાની જરૂર છે.
નવા બિલમાં શું છે ? :
રાજ્ય સરકાર 'કર્ણાટક શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1961'માં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. નવા બિલમાં IT/ITES/BPO સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને દિવસમાં 12 કલાકથી વધુ કામ કરવાની છૂટ આપવામાં આવશે.
દર અઠવાડિયે 70 કલાક કામ કરી શકાશે. સતત ત્રણ મહિનામાં 125 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં. જોકે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. કર્ણાટક સ્ટેટ IT/ITES એમ્પ્લોઈઝ યુનિયનના (KITU) અનુસાર નવું સંશોધન બિલ દરરોજ 14 કલાક કામ કરવાની મંજૂરી આપે છે. તેનાથી હાલના કાયદામાં સંપૂર્ણ ફેરફાર થશે. હાલમાં ઓવરટાઇમ સહિત દૈનિક મહત્તમ 10 કલાક કામ કરવાની છૂટ છે.
આરક્ષણ બિલનો પણ વિવાદ થયો હતો :
કર્ણાટક સરકારે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં આરક્ષણ સંબંધિત બિલને મંજૂરી આપતાં વિવાદ સર્જાયો હતો. આ બિલ કાયદો બની જાય તો કર્ણાટકમાં વ્યવસાય કરતી ખાનગી કંપનીઓએ કન્નડ બોલનારાઓને 50 ટકાથી 100 ટકા અનામત આપવી પડશે.
બાદમાં સરકારે આ બિલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાજ્યના શ્રમ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત બિલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંબંધિત નોકરીઓ મુખ્યત્વે ઉત્તરી રાજ્યોના લોકોને આપવામાં આવી રહી છે.
જો કે, વિરોધ થતાં બિલને સ્થગિત કરાયુ છે. કર્ણાટક પહેલા હરિયાણા અને આંધ્રપ્રદેશે પણ ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે સમાન અનામત લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાયદાકીય રીતે પડકારતાં હરિયાણા અને આંધ્રપ્રદેશમાં કાયદાનો અમલ થઈ શક્યો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.