ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: શેરબજાર અને સોનામાં કડાકો
ગ્લોબલ માર્કેટ હચમચ્યું; સેન્સેક્સ ૨૦૦૦ પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા

રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જવાળાઓ હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહી છે. ૧૯ માર્ચ ૨૦2૬, ગુરુવારનો દિવસ ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે 'બ્લેક થર્સડે' સાબિત થયો છે. ઈઝરાયલ દ્વારા ઈરાનના વ્યૂહાત્મક પારસ ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલા અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ન કરવાના નિર્ણયને કારણે બજારમાં ગભરાટ ફેલાયો છે. આ યુદ્ધની સીધી અસર ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ પર જોવા મળી રહી છે, જે આગામી સમયમાં ઉર્જા સંકટ ઊભું કરી શકે છે.
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ ૨૦૦૦ પોઈન્ટ નીચેગુરુવારે સવારે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફાળ પડી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ ૨૦૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. યુદ્ધની અનિશ્ચિતતાની સાથે એચડીએફસી (HDFC) બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના અચાનક રાજીનામાએ બજારના સેન્ટિમેન્ટને વધુ બગાડ્યું હતું. નિફ્ટીમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે, જેના કારણે બ્લુ-ચિપ કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે.
સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડોઆશ્ચર્યજનક રીતે, સામાન્ય રીતે યુદ્ધના સમયે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીમાં પણ આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત અમેરિકન ડોલર અને ઊંચા વ્યાજદરોને કારણે રોકાણકારો કિંમતી ધાતુઓ વેચી રહ્યા છે.
સોનાની સ્થિતિ: ibjarates.com મુજબ ૨૪ કેરેટ સોનું એક જ દિવસમાં ૪૦૦૦ રૂપિયા તૂટ્યું છે. યુદ્ધ પહેલા જે સોનું ૧,૯૨,૦૦૦ રૂપિયાના રેકોર્ડ સ્તરે હતું, તે હવે ઘટીને ૧,૫૧,૦૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. આમ, ઉચ્ચતમ સ્તરેથી સોનામાં અંદાજે ૪૦,૦૦૦ રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. ૨૨ કેરેટ સોનું પણ ઘટીને ૧,૩૮,૮૯૯ રૂપિયા પર આવી ગયું છે.
ચાંદીમાં મોટો કડાકો: ચાંદીના ભાવમાં તો જાણે પૂર આવ્યું હોય તેમ ગાબડું પડ્યું છે. ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૪.૨૦ લાખ રૂપિયાના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચેલી ચાંદી હવે ૨,૩૬,૮૦૯ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. એટલે કે માત્ર દોઢ મહિનામાં ચાંદીમાં ૧.૮૫ લાખ રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. આજે એક જ દિવસમાં ચાંદી ૧૩,૦૦૦ રૂપિયાથી વધુ તૂટી છે.
વાયદા બજારમાં પણ સોના-ચાંદીની સ્થિતિ અત્યંત નબળી રહી હતી:
બપોરે ૪ વાગ્યા સુધીમાં સોનું ૪.૦૪% (૬૦૦૦ રૂપિયા) ઘટીને ૧,૪૬,૮૫૯ પર ટ્રેડ કરતું હતું.
ચાંદી ૬.૨૦% (૧૫,૦૦૦ રૂપિયા) તૂટીને ૨,૩૩,૧૮૭ પર આવી ગઈ હતી.
૧. પારસ ગેસ ફિલ્ડ પર હુમલો: ઈઝરાયલે તેલ અને ગેસ સપ્લાયના કેન્દ્રોને નિશાન બનાવતા સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી છે. ૨. ફેડ રિઝર્વની કડકાઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઈ કાપ મૂક્યો નથી, જેનાથી ડોલર મજબૂત થયો છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થાય છે. ૩. લિક્વિડિટીની જરૂરિયાત: શેરબજારમાં થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે મોટા સંસ્થાગત રોકાણકારો સોનામાં રહેલું પ્રોફિટ બુક કરી રહ્યા છે.
મિડલ ઈસ્ટનું આ યુદ્ધ જો લાંબુ ચાલશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે. સામાન્ય જનતા માટે સોના-ચાંદીમાં આવેલો આ ઘટાડો ખરીદીની તક હોઈ શકે છે, પરંતુ શેરબજારના રોકાણકારો માટે હાલનો સમય અત્યંત જોખમી જણાઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.