ભારતમાં iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ
મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી લાઈનો

iPhone 16 series sales start in India

iPhone 16 series sales start in India
મુંબઈ: અગ્રણી ટેક કંપની Appleની iPhone 16 સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેચાણ શરૂ થતાં જ મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો જોવા મળી હતી. લોકો મધરાતથી સ્ટોરની સામે લાઈનમાં ઉભા હતા. લોકો સ્ટોર પાસે લાઈનોમાં ઉભા રહેવા માટે દોડતા જોવા મળ્યા હતા.
મુંબઈમાં એપલ સ્ટોરની બહાર નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. સ્ટોરની બહાર ઉભેલા એક વ્યક્તિએ કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું અહીં 21 કલાકથી છું. હું સ્ટોરમાં દાખલ થનાર પ્રથમ લાઇનમાં છું. મેનેજમેન્ટ એકદમ સારું છે. iPhone 16 સિરીઝમાં ઘણા નવા ફીચર્સ છે. મુંબઈના BKC સ્થિત સ્ટોરની બહાર ઊભેલા એક વ્યક્તિએ કહ્યું કે આ ફોન માટે મુંબઈનું વાતાવરણ તદ્દન નવું છે. ગયા વર્ષે હું 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો હતો.
કંપનીએ 9 સપ્ટેમ્બરે વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ 'Its Glowtime'માં AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લૉન્ચ કરી હતી. આમાં ચાર નવા iPhone લોન્ચ કરવામાં આવ્યા હતા. આમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Maxનો સમાવેશ થાય છે. Appleની આ ઇવેન્ટને 'Apple Glowtime' નામ આપવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.