સારી ખબર! ITR Filing ની ડેડલાઇન વધી, કરદાતાઓને મોટી રાહત
CBDT દ્વારા આ નિર્ણય ITR ફોર્મ્સમાં ફેરફારો, સિસ્ટમ અપગ્રેડ્સ અને TDS ક્રેડિટની સમસ્યાઓને કારણે લેવાયો...

કરદાતાઓને ઇનકમ ટેક્સ વિભાગની મોટી ભેટ!

કરદાતાઓને ઇનકમ ટેક્સ વિભાગની મોટી ભેટ!
આવકવેરા વિભાગે કરદાતાઓને મોટી રાહત આપી છે. એસેસમેન્ટ યર 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે કરદાતાઓ 31 જુલાઈ 2025 ને બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધી પોતાનું ITR ફાઇલ કરી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
શા માટે લંબાવાઈ ITR ફાઇલિંગની ડેડલાઇન?
ITR ફોર્મ્સમાં કરાયેલા મોટા ફેરફારો, સિસ્ટમ અપગ્રેડ્સ અને TDS ક્રેડિટમાં ગડબડ જેવી સમસ્યાઓના કારણે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ કરદાતાઓને રિટર્ન ભરવા માટે પર્યાપ્ત સમય મળે અને તેઓ સાચી અને સરળતાથી રિટર્ન ફાઇલ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ફોર્મમાં ફેરફારોની સાથે, ઇનકમ ટેક્સ ફાઇલિંગ પોર્ટલ પર સિસ્ટમ અપગ્રેડનું કામ પણ ચાલી રહ્યું છે.
આ સમયમર્યાદાના વિસ્તરણથી, જો તમે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારું ITR ફાઇલ કરી દેશો તો કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. આનો સૌથી વધુ ફાયદો એવા કરદાતાઓ અને નાના વ્યવસાયોને મળશે જેમના ખાતાનું ઓડિટ ફરજિયાત નથી, જેમ કે નોકરીયાત, ફ્રીલાન્સર્સ, પ્રોફેશનલ્સ અને નાના વેપારીઓ.
ITR ફાઇલિંગ પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
જોકે, આવકવેરા વિભાગ દ્વારા ITR ફાઇલિંગ પ્રક્રિયા શરૂ થવાની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રક્રિયા જૂન 2025 ના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી તારીખોને ધ્યાનમાં રાખીને સમયસર પોતાનું ITR ફાઇલ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.