1 જુલાઈથી બદલાશે GST નિયમ: હવે 3 વર્ષ જૂના પેન્ડિંગ રિટર્ન ફાઈલ નહી થાય
વેપારીઓ પેન્ડિંગ GSTR-1, GSTR-3B અને GSTR-9 જેવા રિટર્ન દાખલ કરી શકશે નહીં

GST રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા તો નાણાકીય નુકસાન અને સમસ્યાનો સામનો કરવો પડી શકે

GST રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા તો નાણાકીય નુકસાન અને સમસ્યાનો સામનો કરવો પડી શકે
ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ નેટવર્ક(GSTN)એ વેપારીઓને ચેતવણી આપી છે કે, 1 જુલાઈ, 2025થી ત્રણ વર્ષ જૂના પેન્ડિંગ GST રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં. આ નિયમ નાણા અધિનિયમ 2023માં થયેલા સંશોધનના આધારે લાગુ કરવામાં આવ્યો છે. જેથી GSTNએ સલાહ આપી છે કે વેપારીઓ પેન્ડિંગ GSTR-1, GSTR-3B અને GSTR-9 જેવા રિટર્ન દાખલ કરી શકશે નહીં. પોતાના રૅકોર્ડ એકત્ર કરી ઝડપથી પેન્ડિંગ રિટર્ન ફાઇલ કરે તેવી અપીલ કરી છે.
CBIC એ તેના ક્ષેત્રિય અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ GST કરદાતાઓને સમયમર્યાદા મુદ્દે જાણકારી આપે. જેથી તેઓ સમયસર તેમના રિટર્ન ફાઇલ કરી શકે. ટેક્સ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, આ પગલાંથી કર પ્રણાલીમાં શિસ્ત વધશે. પરંતુ જે કરદાતાઓનું ફાઇલિંગ કાનૂની વિવાદ, તકનીકી સમસ્યા અથવા અજાણ્યા કારણોસર અટવાયેલું છે તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)માં નુકસાન થઈ શકે છે. ખાસ પરિસ્થિતિઓ માટે કોઈ રાહત વગર કડક પ્રતિબંધથી પ્રામાણિક કરદાતાઓને નાણાકીય નુકસાન થઈ શકે છે. આવી પરિસ્થિતિઓ માટે રિઝોલ્યુશન સિસ્ટમ હોવી જરૂરી છે.
GST ફોર્મમાં સુધારા માટે અપડેટ
GST પોર્ટલે એક નવી સલાહ જારી કરી છે કે. જુલાઈ 2025થી GST કરદાતાઓના GSTR-3Bમાં દેખાતી ઓટો-પોપ્યુલેટેડ ટેક્સ જવાબદારી સંપાદિત કરી શકાશે નહીં. હવે જો કરદાતાઓ તેમના GSTR-1 અથવા IFFમાં ભૂલ સુધારવા માંગતા હોય તો તેઓ GSTR-3B ફાઇલ કરતાં પહેલા નવા ફોર્મ GSTR-1Aનો ઉપયોગ કરી સુધારા કરી શકે છે. અત્યાર સુધી કરદાતાઓ GSTR-3B માં ઓટો-પોપ્યુલેટેડ ડેટામાં ફેરફાર કરી શકતા હતા. પરંતુ નવા ફેરફાર પછી સાચી માહિતી ફક્ત GSTR-1A દ્વારા અપડેટ કરવાની રહેશે.
આ ઉપરાંત કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બધા પેન્ડિંગ રિટર્નની સમયસર સમીક્ષા કરે, મેચ કરે અને ફાઇલ કરે. કારણ કે પોર્ટલ પર સમયમર્યાદા બાદ સુધારા કરી શકાશે નહીં. GST રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા તો અનેક સમસ્યા અને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
1 જુલાઈના રોજ GST દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સે (CBIC) 17 જૂનથી 30 જૂન સુધી 'GST પખવાડિયા' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન GSTના આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે થઈ રહ્યું છે. GST કાયદો 1 જુલાઈ 2017ના રોજ અમલમાં આવ્યો હતો. દેશભરના તમામ સેન્ટ્રલ GST (CGST) કમિશન રેટમાં હેલ્પડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યાં કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મદદ કરવામાં આવી રહી છે અને તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.