હવાઈ મુસાફરો માટે ખુશખબર: સીટ ચાર્જમાં મોટી રાહત
એરલાઇન્સ હવે મનફાવે તેમ સીટ ચાર્જ નહીં વસૂલી શકે, 60% બેઠકો ફ્રી રાખવા સરકારનો કડક આદેશ

એરલાઇન સીટ સિલેક્શન નવા નિયમો

એરલાઇન સીટ સિલેક્શન નવા નિયમો
ભારતમાં હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા છુપા ચાર્જ અને સીટ સિલેક્શન ફી પર લગામ કસવા માટે નવા નિર્દેશો જાહેર કર્યા છે. અત્યાર સુધી વેબ ચેક-ઈન કે બુકિંગ સમયે મનપસંદ સીટ માટે મુસાફરોએ વધારાના રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
શું છે નવા નિયમો અને તેનાથી શું ફાયદો થશે ?
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના નવા આદેશ મુજબ, હવે દરેક એરલાઇન્સે તેની ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો મફત પસંદગી (Free Selection) માટે ઉપલબ્ધ રાખવી પડશે. આ નિર્ણયથી વેબ ચેક-ઈન દરમિયાન મુસાફરો પર લાદવામાં આવતા વધારાના નાણાકીય બોજમાં મોટો ઘટાડો થશે. સરકારનો હેતુ મુસાફરોને બિનજરૂરી ખર્ચમાંથી બચાવવાનો અને હવાઈ સફરને વધુ સુલભ બનાવવાનો છે.
પરિવારો માટે મોટી સુવિધા: એક જ PNR પર સાથે બેસવાની તક
ઘણીવાર જોવા મળતું હતું કે એક જ પરિવારના સભ્યો હોવા છતાં એરલાઇન્સ તેમને અલગ-અલગ સીટ ફાળવતી હતી, અને સાથે બેસવા માટે વધારાનો ચાર્જ માંગતી હતી. હવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો મુસાફરોનું બુકિંગ એક જ PNR (Passenger Name Record) પર હોય, તો તેમને એકસાથે અથવા આસપાસની સીટો જ ફાળવવી પડશે. આ ફેરફારથી ખાસ કરીને બાળકો સાથે મુસાફરી કરતા વાલીઓને મોટી રાહત મળશે.
સામાન અને મુસાફરોના અન્ય અધિકારો :
નવા નિયમોમાં માત્ર સીટ જ નહીં, પરંતુ અન્ય સેવાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે:
સ્પોર્ટ્સ અને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ: રમતગમતના સાધનો અને સંગીતનાં સાધનો લઈ જવા માટે એરલાઇન્સે પારદર્શક નીતિ રાખવી પડશે
ફ્લાઇટ રદ કે વિલંબ: જો ફ્લાઇટ કેન્સલ થાય અથવા મોડી પડે, તો મુસાફરોના અધિકારોનું રક્ષણ કરવું એરલાઇન્સની જવાબદારી રહેશે.
માહિતીનું પ્રદર્શન: એરલાઇન્સે પોતાની વેબસાઇટ, એપ અને એરપોર્ટ કાઉન્ટર પર મુસાફરોના અધિકારોની માહિતી પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે.
આ કડક નિયમોના અમલીકરણથી એરલાઇન્સ કંપનીઓની મનમાની બંધ થશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.