ખાડી યુદ્ધના કારણે બનાસકાંઠા બટાટા બજાર ગગડ્યું
નિકાસ અટકતાં બટાટાના ભાવ તળિયે, ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે બનાસકાંઠાના બટાટા બજારમાં મોટી અસર થઈ છે. બનાસકાંઠાનું બટાટા બજાર ધ્વસ્ત થયું છે. બનાસકાંઠામાંથી મોટા પ્રમાણમાં બટાટાની નિકાસ ખાડી દેશોમાં થાય છે. યુદ્ધના કારણે બટાટાની નિકાસ અટકી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા છે.
ઈરાન-ઈઝરાયેલ ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર બનાસકાંઠાના બટાટા બજાર ઉપર થઈ છે. બનાસકાંઠામાં બટાટાનું ઉત્પાદન મોટાપાયે થતું હોવાથી બટાટાની વિવિધ પ્રોડક્ટની ખાડી દેશોમાં નિકાસ થતી હોય છે. હાલમાં યુદ્ધના કારણે મોટાભાગની નિકાસ અટકી ગઈ છે. યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોની સાથે વેપારીઓને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે.
દેશમાં બટાટાનું ઉત્પાદન વધારે હોવાથી આ વર્ષે બટાટાના ભાવ ગગડ્યા હતા. આ સિઝનમાં ખેડૂતોને બટાટાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. કમોસમી વરસાદની માર ખાધા બાદ ઈરાન ઈઝરાયેલના યુદ્ધે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. યુદ્ધના કારણે બટાટાની નિકાસ ખાડી દેશોમાં અટકી ગઈ છે જેના કારણે બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. યુદ્ધની અસરના કારણે બટાટાના ભાવ 100 રૂપિયાની અંદર પહોંચી ગયા છે. પરિણામે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની સાથે બટાટાની ખરીદી કરતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થયું છે. ઉત્પાદન સારું હોવાથી નિકાસ સારી રહેવાથી પોષણક્ષમ ભાવ મળવાની ખેડૂતોની આશા ઠગારી નિવડી છે. બનાસકાંઠાના બટાટાની ખાડી દેશોમાં મોટાપાયે નિકાસ થતી હોવાથી યુદ્ધની પરિસ્થિતિના કારણે નિકાસ પર મોટી અસર થઈ છે. બટાટાની આવક વધતાં અને માંગ ઓછી હોવાના કારણે ભાવ તળિયે પહોંચી ગયા છે. ખેડૂતોને મહેનતથી વાવેલા બટાટા સસ્તા ભાવે વેચવાનો વારો આવ્યો છે.
જો કે આ પરિસ્થિતિ માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી. કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરનાર વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. ખેડૂતો પાસેથી બટાટા ખરીદી કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી વેપારીઓ વિદેશમાં બટાટાની નિકાસ કરી નફો કમાતા હોય છે. યુદ્ધની સ્થિતિમાં વેપારીઓ પણ નુકસાન કરે તેવી શક્યતા છે.
ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદભાઈ કાછવાએ જણાવ્યું કે, જો યુદ્ધ લાંબું ચાલશે અને નિકાસ શરૂ નહીં થાય તો આ વખતે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે. ઈરાન ઈઝરાયેલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતમાંથી નિકાસ થતાં બટાટા પર માઠી અસર થઈ છે. યુદ્ધના કારણે જે કન્ટેનરો મળવા જોઈએ એ સમયસર મળતા નથી. કન્ટેનરોના ભાડા વધારી દેવામાં આવ્યા છે. છે. વાર્ષિક 8 હજાર જેટલા કન્ટેનરમાં 25 લાખ કટ્ટા પ્રોસેસ બટાટાની નિકાસ થાય છે. તેના ઉપર માઠી અસર થઈ છે. દર વર્ષે 35 થી 40 લાખ કટ્ટા બટાટાની નિકાસ થાય છે. આ વર્ષે 50 ટકા જેવી નિકાસ થઈ છે.
તેમણે ઉમેર્યુ કે, દેશમાં ગત વર્ષે 7.50 કરોડ કટ્ટા જેટલું બટાટાનું ઉત્પાદન થયું હતું. જે આ વર્ષે 10 ટકા વધીને 8 કરોડ કટ્ટાનું ઉત્પાદન થયું છે. તેથી શરૂઆતથી જ બટાટાના ભાવમાં મંદી હતી. તેવામાં યુદ્ધના કારણે નિકાસ અટકી જતાં બટાટાના ભાવ પ્રતિ કિલોએ 12 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા હતા. તેમાં ઘટાડો થઈને હાલમાં પ્રતિ કિલોએ 8 રૂપિયા જેટલા મળી રહ્યા છે. ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
હાલમાં ખેડૂતો અને વેપારીઓની નજર હવે ખાડી દેશોની પરિસ્થિતિ સામાન્ય બનીને અને બટાટાની નિકાસ ફરી શરૂ થાય તેના ઉપર છે. નિકાસ શરૂ થાય તો જ બજારમાં માંગ વધશે અને બટાટાના ભાવ સુધરશે. આ પરિસ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતો અને વેપારીઓ માટે સ્થિતિ ચિંતાજનક રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.