GSTના દરોમાં ચારના બદલે બે સ્લેબ રાખવાનો સંકેત?
વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ નાણા મંત્રાલયનો પ્રસ્તાવ, આગામી મહિને મળશે કાઉન્સિલની બેઠક
કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો ત્યારે 65 લાખ કરદાતા હતા, અત્યારે 1.51 કરોડથી વધુ કરદાતા થયા
કેન્દ્ર સરકારે GST લાગુ કર્યો ત્યારે 65 લાખ કરદાતા હતા, અત્યારે 1.51 કરોડથી વધુ કરદાતા થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી GSTના દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. GSTમાં ચારના બદલે બે સ્લેબ કરવાનો નાણા મંત્રાલયે પણ સંકેત આપ્યો છે. હાલમાં GSTમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા ચાર સ્લેબ છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ કરવા અને ચીજવસ્તુ સસ્તી કરવાની શક્યતા દર્શાવી છે.
કેન્દ્ર સરકારે GSTના દરોને વધુ સરળ બનાવવા માટે તેમાં સુધારો કરવાનો પ્રસ્તાવ GST કાઉન્સિલ સમક્ષ રજૂ કરી દીધો છે. GSTના નવા દરો અને સ્લેબમાં ફેરફારોની જાહેરાત દિવાળી સુધી થઈ શકે છે. જેનો લાભ મધ્યમ વર્ગના લોકોને મળશે. આઠ વર્ષમાં GST કલેક્શન માસિક અંદાજે 2 લાખ કરોડથી વધુનું થઈ રહ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
જીએસટીને વધુ સરળ બનાવવા GST કાઉન્સિલ ઈનપુટ અને આઉટપુટ ટેક્સ રેટને એક સમાન બનાવવા ઈનવર્ટેડ રેટમાં સુધારો કરી શકે છે. જેથી ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં ઘટાડો થશે. ટેક્સ માળખા સાથે જોડાયેલી પરિભાષાઓ અને નિયમોને સરળ બનાવવામાં આવે તેવી શક્યતા છે. જેથી ટેક્સ સંબંધિત વિવાદોમાં ઘટાડો થાય. સુધારેલા ટેક્સ સ્લેબને લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવશે. જેથી ઉદ્યોગોના વિશ્વાસમાં વધારો થાય અને વેપારમાં સરળતા આવે.
GSTમાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા એમ ચાર સ્લેબ છે. જેના બદલે સ્ટાન્ડર્ડ એન્ડ મેરિટના બે સ્લેબ લાગુ કરવામાં આવશે. સ્પેશિયલ રેટ અમુક પસંદગીના ગુડ્સ એન્ડ સર્વિસિઝ માટે લાગુ થશે. આ ઉપરાંત કમ્પેસેશન સેસ ઘટાડી રાજકોષિય ખાધની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
સપ્ટેમ્બર-2025માં GST કાઉન્સિલની બેઠક યોજાશે. નાણા મંત્રાલયે જણાવ્યું કે, અમે બે સ્લેબ ધરાવતા GST સંરચના સ્ટાન્ડર્ડ અને મેરિટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અમુક પસંદગીની ચીજવસ્તુઓ પર સ્પેશિયલ રેટનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્ર સરકાર 12 ટકા GST સ્લેબને નાબૂદ કરી શકે છે અથવા હાલમાં 12 ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓ 5 ટકા સ્લેબમાં લાવી શકે છે.
વર્ષ 2017માં GST લાગુ થયો ત્યારે કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી. જે વધીને 1.51 કરોડથી વધુ થઈ છે. તેના કારણે સરકારનો કર આધાર પણ મજબૂત બન્યો છે. સરકારનું કહેવું છે કે GST લાગુ થયા બાદ કર વસૂલાત અને કર આધાર બંનેમાં વધારો થયો છે. તેનાથી દેશની રાજકોષીય સ્થિતિ મજબૂત થઈ છે અને કર વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની છે.
કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો હતો. બાદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર અને 13 સેસ નાબૂદ કરવામાં આવ્યા હતા. GST એક પરોક્ષ કર છે. તે 2017માં VAT, સેવા કર, ખરીદી કર, એક્સાઇઝ ડ્યુટી જેવા વિવિધ પરોક્ષ કરને બદલવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. GST ચાર ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં CGST (સેન્ટ્રલ GST) જે કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે. SGST (સ્ટેટ GST), જે રાજ્ય સરકારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. IGST (સંકલિત GST), જે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિભાજિત આંતર-રાજ્ય વ્યવહારો અને આયાત પર લાગુ કરવામાં આવે છે. જ્યારે સેસ ચોક્કસ હેતુ માટે ભંડોળ એકત્ર કરવા ચોક્કસ માલ પર લાદવામાં આવતી વધારાની ડ્યુટી છે.

ડુંગળીના ભાવ ₹60-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. જાણો ભાવવધારાના કારણો, ₹35ની સસ્તી ડુંગળી ક્યાં મળશે અને ‘કાંદા એક્સપ્રેસ’થી ગ્રાહકોને ક્યારે રાહત મળશે.

24 ઓગસ્ટ 2026ના Gold Price Today અને Silver Price Todayમાં મોટો ફેરફાર: MCX પર સોનું ₹1.63 લાખે પહોંચ્યું, જ્યારે ચાંદી ઘટીને ₹2.44 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ.

ફ્લાઇટ બુકિંગથી ચેક-ઇન સુધી મુસાફરો પરેશાન, એરલાઇનની ઓનલાઈન સર્વિસમાં ફરી ખામી