ફ્રેન્ચ ફ્રાઈસનું હબ: ગુજરાત દેશનું અગ્રેસર પ્રોસેસ્ડ બટાકા ઉત્પાદક
પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાતનો દેશવ્યાપી અગ્રમર્યાદા પર દબદબો

બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં ટોચે

બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં ટોચે
ફ્રેન્ચ ફ્રાઈસ, એક વિશ્વવ્યાપી લોકપ્રિય સ્નેક, હવે ભારતમાં પણ મોટા પાયે ઉત્પન્ન થઈ રહ્યું છે. એક સમયે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતો ભારત હવે તેનો મોટો નિકાસકાર બની ગયો છે. આ સફળતામાં ગુજરાતનો ફાળો અગ્રણી છે, કારણ કે રાજ્ય પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે. આ વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મૂલ્યવર્ધિત કૃષિ પેદાશોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અને ગુજરાત સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓનું પરિણામ છે, જેનાથી ગુજરાતના ખેડૂતો સશક્ત બન્યા છે.
પ્રોસેસ્ડ બટાકાનું ઉત્પાદન:
છેલ્લા બે દાયકામાં ગુજરાતે પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. 2004-05માં 1 લાખ ટનથી ઓછું ઉત્પાદન અને માત્ર 4,000 હેક્ટરનો વાવેતર વિસ્તાર હતો, જે હવે 10 ગણો વધીને 11.50 લાખ ટન અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિએ ગુજરાતને પ્રોસેસ્ડ બટાકાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બનાવ્યું છે, અને તેથી જ ગુજરાત ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફર્સનો સૌથી મોટો નિકાસકાર પણ બન્યો છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
વર્ષ 2024-25માં ગુજરાતમાં કુલ 48.59 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું છે, જેમાં લગભગ 25%થી વધુ લેડી રોસેટા જાતનો અને બાકીનો કુફરી બટાકાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ઉત્પન્ન થતા પ્રોસેસિંગ-ગ્રેડ બટાકા મોટા પાયે દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અને ફ્રોઝન ફૂડ બનાવતી કંપનીઓને પૂરા પાડવામાં આવે છે. કુલ પ્રોસેસ્ડ ગ્રેડ બટાકામાંથી લગભગ 60 ટકા વેફર માટે અને 40 ટકા ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉત્પાદનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓનો મુખ્ય ફાળો છે.
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. વર્ષ 2024-25માં અહીં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે 18.70 લાખ ટન બટાકાનું વિક્રમી ઉત્પાદન થયું છે. બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓએ પણ બટાકાના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાબરકાંઠામાં 2024-25માં 12.97 લાખ ટન અને અરવલ્લીમાં 6.99 લાખ ટન બટાકાનું ઉત્પાદન નોંધાયું છે.
ગુજરાતનો ઉત્તરીય પટ્ટાની ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીને કારણે અહીં લેડી રોસેટા, કુફરી, સન્તાના જેવી બટાકાની જાતોની ખેતી થાય છે, જેમાં શુષ્ક પદાર્થનું પ્રમાણ વધુ અને ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, જે બટાકાને ક્રિસ્પ અને ગોલ્ડન ફ્રાઈસ બનાવવા માટે ઉત્તમ બનાવે છે. આ બટાકા ફ્રોઝન ફૂડ પ્રોસેસર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs) અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં આવેલી અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ આ સપ્લાય ચેઈનને મજબૂત ટેકો પૂરો પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ