આજે 16 જિલ્લામાં યલો એલર્ટ
દરિયામાં ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના
યલો એલર્ટ
યલો એલર્ટ
હવામાન વિભાગે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીના આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ સાથે, રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
આ વરસાદી સિSસ્ટમના પરિણામે દરિયાકાંઠે તીવ્ર પવનો અને ઊંચા મોજાંની સંભાવના છે, જેને કારણે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસો સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આજે, 30 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
29 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ અને સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી નોંધાયો હતો. નડિયાદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા.
સુરતમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની આવક વધતાં માંગરોળના શેઠી ગામનો નીચાણવાળો કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો. આ ઉપરાંત, મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે, અને હવે કુલ ચાર દરવાજા દ્વારા પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.