અમદાવાદના લીલાપુર જમીન કૌભાંડ મામલે કોને કરાયા સસ્પેન્ડ?
સબ રજિસ્ટ્રાર અમરીન જવવાલાની ખુલી હતી સંડોવણી

અમદાવાદના લીલાપુર જમીન કૌભાંડ મામલે કોને કરાયા સસ્પેન્ડ?

અમદાવાદના લીલાપુર જમીન કૌભાંડ મામલે કોને કરાયા સસ્પેન્ડ?
અમદાવાદના લીલાપુરના જમીન કૌભાંડ મામલે ગાંધીનગર નોંધણીસર નિરીક્ષક કચેરીએ સોલા કચેરીના સબ રજિસ્ટ્રાર અમરીન જવવાલાને સસ્પેન્ડ કર્યા છે. લીલાપુર ગામના ખાતા નંબર 149 ના સર્વે નંબર 30 અને 31 વાળી 24 વીઘા જમીનના વેચાણ સામે ગુજરાત હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો હોવા છતાં સોલા સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીની મીલીભગતથી દસ્તાવેજ કરાયો હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. લીલાપુર જમીન કૌભાંડનો ખુલાસો થતાં મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિડેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષક જેનુ દેવને તપાસ કરી હતી.
અમદાવાદની સોલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયેલા લીલાપુર જમીન કૌભાંડની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યુ છે કે વેચાણ દસ્તાવેજમાં દરેક પેજ ઉપર પક્ષકારે સહી કરી છે પરંતુ તારીખ લખેલી નથી. દસ્તાવેજમાં સામેલ પુરાવામાં 7/12ના ઉતારામાં મિલકતના વેચાણ ઉપર ગુજરાત હાઈકોર્ટનો મનાઈહુકમ હોવા છતાં નોંધણી કરી નાખી છે. નોટરી દ્વારા સોગંદનામું સામેલ કરી મિલકત પર ગુજરાત હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં ટાઇટલની ચકાસણી ન કરી દસ્તાવેજ નોંધી દેવાયો છે. દસ્તાવેજમાં પક્ષકારોના આધારકાર્ડને દસ્તાવેજના ભાગ તરીકે સામેલ કરી પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. સિસ્ટમ જનરેટર રેકોર્ડિંગ ફોર્મ જોડવાના બદલે મેન્યુઅલી રેકોર્ડિંગ ફોર્મ ભર્યુ છે. દસ્તાવેજ પેન્ડિંગ રાખીને નિયમ ૩(૨) હેઠળ મુલતવીનો શેરો માર્યો નથી. દસ્તાવેજમાં કબૂલાત આપનાર પક્ષકારોને તેમના હિસ્સાની વેચાણ મુજબની ફી તથા સ્ટેમ્પ ડ્યૂટી વાપરવાની રહેશે જેનો પરિપત્ર કલેક્ટરને મોકલ્યો નથી. મિલકતમાં ટાઇટલની ચકાસણી અને માલિકનો પુરાવો ધ્યાને ન રાખી દસ્તાવેજની નોંધણી કરી દેવામાં આવી છે.
દસ્તાવેજની નોંધણી વખતે વારસદારો માલિક હોવા અંગેનો પુરાવો નહી લઈને ટાઇટલ ખામીવાળું હોવા છતાં ચકાસણી કરવામાં આવી નથી. મુખત્યારનામું લખી લેનાર અથવા આપનાર પૈકી કોને સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ મુજબ કલમ ૩૨ક (૧) અને ૩૩ હેઠળ દસ્તાવેજ પેન્ડિંગ રાખી નાયબ કલેક્ટરને કેસ રિફર કરાયો નથી.
વૈષ્ણોદેવી પાસેના લીલાપુરમાં ગામની સરવે નંબર 30 અને 31 અને 51 પૈકીની જૂની શરતવાળી 24 વીઘા જમીનના કેસમાં હાઈકોર્ટે મનાઈહુકમ આપ્યો હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓએ દસ્તાવેજ કરી નાખ્યો હતો. તેમાં ખેડૂતોની સહીઓમાં વિસંગતતા બહાર આવી છે. જમીનને બે ભાગમાં વહેંચીને સમગ્ર ખેલ પાડવામાં આવ્યો છે. 7/12માં જમીન જૂની શરત હોવાથી વેચાણ અને પાવરના દસ્તાવેજો કરી દેવામાં આવ્યા હતા. દસ્તાવેજની નોંધણી કરી અને સ્ટેમ્પ ખૂટતો હોવાનું કારણ દર્શાવી 3 દિવસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. કૌભાંડમાં સોલા સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓની સંડોવણી ખુલી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી