Ahmedabad : 10 જૂને પશ્ચિમના વિસ્તારોમાં મેગા પાણીકાપ, લાખો લોકોને હાલાકી!
જાસપુરના 400 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજ પુરવઠો બંધ થવાને કારણે આ અસર...

અમદાવાદમાં પાણીનું સંકટ...

અમદાવાદમાં પાણીનું સંકટ...
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લાખો રહીશો માટે આવતીકાલ, 10 જૂનનો દિવસ પાણી વિનાનો પસાર થઈ શકે છે. શહેરના ચાંદખેડા, રાણીપ, પાલડી, થલતેજ અને સરખેજ સહિતના વિસ્તારોમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટવાની આકાશી આફત આવી પડી છે. આ મેગા પાણીકાપ પાછળનું કારણ જાસપુરના 400 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજ પુરવઠાનો બંધ થવું છે, જેના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, જાસપુર ખાતેના વિશાળ 400 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતાં પાણીનો સપ્લાય ખોરવાઈ ગયો છે. આ પ્લાન્ટ પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોને પાણી પૂરું પાડે છે, તેથી વીજ પુરવઠાના અભાવે આ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત સર્જાશે.
જે વિસ્તારોમાં પાણીનો જથ્થો ઘટશે તેમાં મુખ્યત્વે ચાંદખેડા, રાણીપ, પાલડી, થલતેજ અને સરખેજ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના અન્ય કેટલાક નાના વિસ્તારોને પણ આ પાણીકાપની અસર વર્તાશે. રહીશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 10 જૂનના રોજ પાણીનો સંગ્રહ કરી લે અને જરૂરિયાત મુજબ જ તેનો ઉપયોગ કરે.
આ પણ વાંચો : Rajkot : હનીટ્રેપમાં નવો વળાંક, સગીરાનો ચોંકાવનારો ખુલાસો, પોલીસ ભૂમિકા શંકાના દાયરામાં!
જોકે, AMC દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 11 જૂનથી તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ જશે. તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા અને પાણી વિતરણ વ્યવસ્થાને ફરીથી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અણધારી પાણીની સમસ્યાએ ઉનાળાની ગરમીમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો : Surat : સાયબર ગુનેગારોનો 'ડિજિટલ ફંદો', ₹16.65 લાખની ઠગાઈ, ભાવનગરથી ઠગ ઝડપાયા!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.