દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં એક સાથે 8 લોકોની અંતિમયાત્રા નીકળી
મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબી જવાથી મોત થયા હતા

Local villagers pay their respects to the departed at the crematorium

Local villagers pay their respects to the departed at the crematorium
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં એક સાથે આઠ લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. નાનકડા ગામમાંથી આઠ લોકોની સ્મશાન યાત્રા નીકળતાં શોક છવાયો હતો. મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે આઠેય લોકોના મોત થયા હતા.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 9 લોકો ડૂબ્યા હતા. જેની જાણ થતાં દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહિયલના તરવૈયાઓની ટીમે ઘટના સ્થળે પહોંચી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે એક યુવક બચી ગયો હતો. કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ અને પોલીસ અધિકારી સહિતનું તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ હતુ. આઠ યુવકોના મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
આઠ યુવકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. વાસણા સોગઠી ગામના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 યુવકોના મોત થયા હતાં. મોટાવાસ ખાતેથી એકસાથે આઠેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. નાનકડા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
મૃતકોનાં નામ
• વિજયસિંહ હાલુસિંહ સોલંકી (ઉ.વ. 30 વર્ષ)
• રાજકુમાર બચુસિંહ ચૌહાણ (ઉ.વ. 28 વર્ષ)
• જશપાલસિંહ દિલિપસિંહ ચૌહાણ (ઉ.વ. 23 વર્ષ)
• પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉ.વ. 20 વર્ષ)
• ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ (ઉ.વ. 19 વર્ષ)
• ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉ.વ. 18 વર્ષ)
• યુવરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉ.વ. 17 વર્ષ)
• સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (ઉ.વ. 17 વર્ષ)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?