VADODARA : રેલવે પોલીસમાં ઠગાઈની ફરિયાદ TC પાસેથી 7 લાખ પડાવ્યા
સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા

સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા

સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા
અમદાવાદ રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખ્સે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા.જેથી ટીસીએ ચૂનો ચોપડનાર વિરુદ્ધ વડોદરા રેલવે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ હેડ ક્વાર્ટરમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બજરંગલાલ ખીચીએ વડોદરા રેલવે પોલીસમાં ફરીયાદ નોધાવી છે કે, હું ગઇ તારીખ 30 મેના રોજ મારી નોકરી અમદાવાદથી સુર્યનગરીમાં બાન્દ્રા અને બાન્દ્રાથી સુર્યનગરી ટ્રેનમાં અમદાવાદ સુધીની હતી.તે દરમિયાન હું મુસાફરોની ટીકીટ ચેક કરતો અમદાવાદ જતો હતો.ત્યારે વિશ્વામિત્રી અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે રાજુભાઈ નામના વ્યક્તિએ મને જણાવ્યું કે હું કડીયા કામ કરૂ છું મારી છોકરીના લગ્ન માટે પૈસાની જરૂર છે મારી પાસે કડીયા કામ કરતા દરમ્યાન સોના-ચાંદીની જુની વસ્તુઓ મળેલ છે. તમે કોઇની પાસે વેચાણ કરીને મને મદદ કરો તેમ કહી મને એક લગડી આપી હતી. જેથી મેં તે વ્યક્તિનો મોબાઈલ નંબર લીધો હતો અને મારો નંબર પણ તેને આપ્યો હતો.એક લગડી મેં સોનીને બતાવતા જે સોનાની હોવાનું જણાવ્યુ હતું.ત્યારબાદ 2 જૂનના રોજ સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ફોન પર તે વ્યક્તિનો ફોન આવ્યો હતો.અને જણાવ્યું હતું કે મારી દિકરીના લગ્ન લેવાના હોવાથી રૂ.10 લાખની જરૂર છે. જેથી મારી પાસેની સોનાની તમામ વસ્તુઓ તમને આપી દઈશ તમે મને 10 લાખ આપો.જેથી મેં તેઓને જણાવેલ કે હું તમને 7 લાખ આપી શકીશ.જેથી તેઓ રાજી થયા હતા.ટીસીએ બેંકમાંથી રૂપિયા 8.07 લાખની લોન લઈને 4 જૂને તે શખ્સને આણંદ ખાતે બોલાવ્યો હતો અને રૂપિયા તેના હાથમાં આપતા તેણે મને સોનાની લગડી અને દાગીના ભરેલી બે થેલી આપી હતી. ત્યારબાદ આ શખ્સ રૂપિયા લઈને નીકળી ગયો હતો. મેં ઘરે જઈને તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાની શંકા ગઈ હતી. જેથી મે સોનીને દાગીના અને લગડી બતાવતા તેઓએ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું.આમ ઠગ મને સોનાના દાગીના અને લગડી આપવાના બહાને મારી પાસેથી રૂપિયા 7 લાખ પડાવીને મારી સાથે છેતરપિંડી આચરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.