VADODARA : વિમાન દુર્ઘટનામાં મરણ પામનાર કલ્પનાબેનના ઘર પાસેના દબાણ દૂર કરાયા
વડોદરા કોર્પોરેશનના તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવ્યા

વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવી દેવાની ફરજ પડી

વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવી દેવાની ફરજ પડી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું તેમના નિવાસ્થાને અનેક લોકો ગઈકાલે રાત્રે મળવા આવતા હતા ત્યારે બહાર ઊભા રહેતા લારી ગલ્લાને કારણે મુશ્કેલી પડતી હતી.જે અંગે હોબાળો થતા આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવ્યા હતા.
વડોદરા માંજલપુર વિસ્તારના વોર્ડ નં.18માં મોલ પાસે આવેલ ધન લક્ષ્મી કોમ્પલેક્ષ બહાર આડેધડ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ, ગલ્લા, કાઉન્ટરો સહિત પતરાના બે શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલ પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી દીધું હતું.ખાણીપીણીના ગલ્લા અને હાટડીઓ રોજંદી મંડાઈ છે અને સ્થાનિક રહીશોને કોમ્પ્લેક્સ સહિત સોસાયટીઓમાં આવવા જવાની ભારે તકલીફ પડે છે એ અંગે ગઈકાલે રાત્રે ભારે હોબાળો હતો. પરિણામે પાલિકા તંત્રમાં આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ શાખાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બુલડોઝરના સહારે તમામ 10-12 લારી ગલ્લાના કાઉન્ટરો અને પતરાના બે શેડ સહિત પાર્કિંગની જગ્યામાં બનાવેલો પાકો ઓટલો પાલિકાની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવી દીધું હતું. ઘટના સ્થળેથી દબાણ શાખાની ટીમે એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. પાલિકા તંત્રની કાર્યવાહી વખતે સ્થાનિક લોકોના ટોળેટોળા હતા પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ સંયમ દાખવીને લોકોના ટોળાને ખસેડ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.