VADODARA : પ્લાસ્ટિકની કંપનીમાં આગ
દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા નજરે ચડયા હતા

દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા નજરે ચડયા હતા

દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા નજરે ચડયા હતા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંમડાપૂરા ગામ પાસેની પી.આઈ.પોલી બ્લેન્ડઝ કંપનીમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા નજરે ચડયા હતા. બનાવની જાણ થતાં જ મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયરબ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી કંપનીમાં આજરોજ સવારે કોઈક કારણસર આગ લાગી હતી. કંપનીમાં વધુ માત્રમાં પ્લાસ્ટિકનું મટીરીયલ મૂકવામાં આવ્યું હતું. તેના કારણે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકરાળ બનેલી આગમાં ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ઉડતા જોવા મળતા હતા.પ્લાસ્ટિકનીકંપની પાસે લોકોના ટોળા પણ જમ્યા હતા.જોકે વડોદરા ફાયરબ્રિગેડને આગ લાગી હોવાનું જાણ થતાં તુરંત ટીમો રવાના થઈ હતી.ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોના ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.પરંતુ કંપનીમાં પડેલા પ્લાસ્ટિકના માટીરિયલના કારણે આગ વધુ ને વધુ વિકરાળ બનતી જોવા મળે છે.આગ કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.જોકે મોટું નુકસાન થયું હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.