વડોદરા: સાવલીના લસુન્દ્રા ગામે વિચિત્ર ઘટના
સળગતી હાલતમાં યુવકએ મહિલાને બાથ ભરી હતી અને મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ

સળગતી હાલતમાં યુવકએ મહિલાને બાથ ભરી હતી અને મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ

સળગતી હાલતમાં યુવકએ મહિલાને બાથ ભરી હતી અને મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ
વડોદરાના સાવલીના લસુન્દ્રા ગામે વિચિત્ર ઘટના બની છે. જેમાં સળગતી હાલતમાં યુવકએ મહિલાને બાથ ભરી હતી અને મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. તો ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક વિજય ચૌહાણ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી તો મૃતક સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પડતા હત્યાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ મહિલાને ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.
જાતે સળગીને મહિલાને સળગાવવાના પ્રયાસનો આક્ષેપ :
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે ચૂંટણીની અદાવતમાં કેટલાક લોકોએ યુવકને સળગાવી દીધો છે. સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે 40 વર્ષીય પરણીત યુવકને જવલનશીલ પદાર્થ નાખીને સળગાવી દેતા ચકચાર મચી છે. ટૂંકી સારવાર બાદ કરુણ મૃત્યુ નીપજતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાવલીના લસુન્દ્રા ગામે ઉદેસિંહ અભેસિંહ ચૌહાણ ઉર્ફે વિજય ઉમર આશરે 40 વર્ષ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો.
યુવકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો !
તો સમગ્ર ઘટનામાં યુવકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની વાત સામે આવી છે. તો મહિલા પણ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે. તો મૃતકના પરિવારજનોનું કહેવું છે. કે યુવક જયારે ભાનમાં હતો તે સમયે તે થોડુ બોલતો હતો અને તેની સાથે કોણે આવું કર્યુ તે પણ તે કહી રહ્યો હતો. મંજુસર પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે. આ ઘટનામાં ખરેખર યુવકને સળગાવી દેવામાં આવ્યો છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.