રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરોને ક્લિનચીટ
સત્ય શોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાની કોઈ ભૂમિકા ન હોવાનો આપ્યો રિપોર્ટ

Two ex-municipal commissioners clinched in Rajkot TRP Gamezone fire incident

Two ex-municipal commissioners clinched in Rajkot TRP Gamezone fire incident
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં સત્ય શોધક સમિતિએ રાજકોટ મહાનગરપાલિકાના બે પૂર્વ મ્યુનિસપલ કમિશનરોને ક્લિનચીટ આપી છે. સત્ય શોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાની કોઈ ભૂમિકા ન હોવાનો રિપોર્ટ આપ્યો છે.
મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની બનેલી સત્યશોધક સમિતિએ બંને આઈએએસ ઓફિસરને ક્લિનચીટ આપી છે. વર્ષો પહેલાં ગેરકાયદે બાંધકામ તોડવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખાને અપાઈ હોવાનું કારણ રજૂ કરી બંને મ્યુનિસિપલ કમિશનરની કોઈ ભૂમિકા ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
રાજકોટમાં TRP ગેમઝોનમાં 25 મે 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. SITએ 4 વિભાગની બેદરકારી હોવાનો રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કર્યો હતો. TRP ગેમઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, ફાયર તેમજ માર્ગ અને મકાન વિભાગ જવાબદાર હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
ત્યારબાદ હાઈકોર્ટે 3 આઈએએસ અધિકારીઓની સત્ય શોધક સમિતિ બનાવી હતી. જેમાં મનીષા ચંદ્રા, પી.સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરાયો હતો. ત્રણેય અધિકારીઓની બનેલી સત્ય શોધક સમિતિએ રાજકોટ મહાનગરપાલિકાના બે પૂર્વ કમિશનરોને અગ્નિકાંડમાં ક્લિનચીટ આપી છે.
ગેરકાયદે બાંધકામો તોડવાની સત્તા ટાઉન પ્લાનિંગ શાખાને અપાઈ હોવાનું કારણ રજૂ કરી ક્લિનચીટ આપી છે. જ્યારે ગેમઝોનમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય 4 ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીનચીટ આપી છે. સત્ય શોધક સમિતિએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દીધો હોવાથી હાઈકોર્ટની સુનાવણી ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
શું હતો સમગ્ર મામલો ? :
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેના રોજ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પરંતુ આગમાં 27 લોકોના મોત થયા હતા. માત્ર 55 મિનિટમાં 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંપૂર્ણ રીતે મૃતદેહ બળી ગયા હોવાથી DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરવા રાજકોટ મહાનગરપાલિકાના પાંચ JCB કામે લગાડી 24 કલાકમાં ગેમઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત