ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરઃ 22 સ્ટેટ હાઈવે અને 586 રસ્તા બંધ
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 30 ટ્રેન રદઃ એસટી બસની 583 ટ્રીપ રદ

22 state highways and 586 roads closed

22 state highways and 586 roads closed
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદથી વાહન વ્યવહારને સૌથી વધુ અસર થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા અને રોડ તૂટી જતાં રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 30 ટ્રેન રદ કરાતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે.
586 જેટલાં પંચાયતના રસ્તાઓ બંધ થવાના કારણે એસટી બસના 64 રૂટની 583 ટ્રીપો રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ,ખેડા, સુરત અને વલસાડ જિલ્લામાં એસટીની ટ્રીપો અને રૂટ રદ થયા છે.
રાજ્યમાં 22 સ્ટેટ હાઈવે, અન્ય 37 હાઈવે અને પંચાયતના 549 મળીને કુલ 608 રસ્તા બંધ થયા છે. તેના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રીપ પૈકી 583 ટ્રીપ બંધ કરાઈ છે. દાહોદના15 રૂટ, 242 ટ્રીપ, મહીસાગરના- 10 રૂટ, 112 ટ્રીપ, પંચમહાલના5 રૂટ, 63 ટ્રીપ, આણંદના6 રૂટ, 12 ટ્રીપ, ખેડાના7 રૂટ, 18 ટ્રીપ, સુરતના5 રૂટ, 14 ટ્રીપ, નવસારીના3 રૂટ, 43 ટ્રીપ અને વલસાડના 8 રૂટ, 27 ટ્રીપ બંધ થયા છે.
ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર
ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની બાજુના રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 30 ટ્રેનને રદ કરવામાં આવી છે.
જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ વાયા આણંદ અને ગોધરા થઈને અમદાવાદ લઈ જવામાં આવી રહી છે. 13 ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતાં અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.
રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09400 અમદાવાદ– 6.08.24ની આણંદ મેમુ ટ્રેન
ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન
ટ્રેન નંબર 09274 અમદાવાદ-26.08.24ની આણંદ મેમુ ટ્રેન
ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 12917 અમદાવાદ - નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નં. 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 19309 ગાંધીધામ – ઈન્દોર શાંતિ એક્સપ્રેસ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ આણંદ - ડાકોર - ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ-ડાકોર-ગોધરા- વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
ટૂંકી ટર્મિનેટ ટ્રેનો
ટ્રેન નં. 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર આણંદ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવશે.
ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવશે.
ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આણંદ સ્ટેશનથી ટર્મિનેટ હશે.
અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી
અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કર્યા બાદ એરપોર્ટ માટે નીકળવું અને ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.
અમદાવાદની વિમાન સેવાને પણ અસર
ભારે વરસાદના કારણે બસ-ટ્રેનની માફક વિમાન સેવાને પણ અસર થઈ છે. વિઝિબિલીટી ઘટી જતાં એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લીયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં ચક્કર લગાવવા પડે છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામાન્ય દિવસોમાં 260 થી 270 ફ્લાઈટ આવતી હોય છે.
અમદાવાદથી ટેકઓફ થતી 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.21 ફ્લાઈટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરતા પહેલા હવામાં ચક્કર લગાવ્યા હતા. કેટલીક ફ્લાઈટે અડધા કલાક માટે તો કેટલીક ફ્લાઈટે તેના કરતાં પણ વધુ સમય માટે અમદાવાદની આસપાસ હવામાં ચક્કર લગાવ્યા હતા. વિવિધ એરલાઇન્સની ફ્લાઈટ એકથી ચાર કલાક મોડી પડી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટીતંત્ર સાથે હાઈલેવલ મિટીંગ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેકટર અને કમિશનરો સાથે સંવાદ કરી વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી સચિવો સાથે પણ હાઈ લેવલની મિટિંગ કરી હતી. સંલગ્ન વિભાગના અધિકારીઓની રજા રદ કરવા કલેક્ટરો સૂચના આપી હતી.હાલ ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે 3 દિવસ વધુ વરસાદ પડશે.ભારે વરસાદના કારણે રાજ્યમાં 10 સ્ટેટ હાઇવે બંધ છે.24 કલાક દરમિયાન ભારે વરસાદના કારણે દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 2 મળીને કુલ 3 લોકોના મોત થયા છે.અત્યારસુધી 17827 લોકોનું સ્થળાંતર અને 1653 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે.
72 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યના 206 જળાશયોમાંથી 59 જળાશયો 100 ટકા ભરાયા છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74 ટકા એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
રાજ્યમાં 7009 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી છે. તેમાંથી 6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત કરવામાં આવી હોવાનો તેમજ નુકસાનગ્રસ્ત 6090 વીજપોલ પૈકી5961 વીજપોલ રીપેર કરાયા હોવાનો દાવો કરાયો છે.મુખ્યમંત્રીએ નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરી તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?