ગાંધીનગર નજીક સાબરમતી માં મૂર્તિ વિસર્જન સમયે ડુબવાથી ત્રણના મોત
સ્થાનિક તરવૈયાઓએ એક વયક્તિને ડૂબતી બચાવી

Three die of drowning during idol immersion in Sabarmati near Gandhinagar

Three die of drowning during idol immersion in Sabarmati near Gandhinagar
ગાંધીનગર - ૧૩ ઓગષ્ટ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ત્રણ સદસ્યોનું ડૂબવાથી મોત ગાંધીનગર ખાતે સાબરમતી નદીમાં થયું છે. સ્થાનિક તરવૈયાઓની સમયસૂચકતા અને સાહસ ના કારણે એક વ્યક્તિને બચાવી શકાય છે. ગાંધીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસને મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના પ્રજાપતિ અને વણઝારા પરિવાર દશામાનું વ્રત પૂરું થતા આસ્થા પૂરી કરવા માતાની મૂર્તિ વિસર્જન માટે ગાંધીનગર જવાનું નક્કી કર્યું હતું. જે પ્રમાણે ગાંધીનગર બોરીજ નજીક પાણીનું સ્તર નીચું હશે, તેમ માની પરીવાર ત્યાં ગયો હતો.
પરિવાર ના વડીલો જ્યારે મૂર્તિ વિસર્જન ની વિધિ કરી રહ્યાં હતાં, તે સમયે પ્રજાપતિ પરીવારની ૧૨ વર્ષની પૂનમ પાણીના સ્તર ઓછા છે, તેમ માની તરવા પાણી માં ઉતરી, થોડા સમય બાદ તે ન દેખાતા અને ડૂબી હોવાના અણસાર આવતાં પરિવારના ચાર વડીલોએ પાણી માં ઝંપલાવ્યુ, જોત જોતામાં ચારેય વ્યક્તિ ડૂબવા લાગી, પરિવાર બચાવની રાવ કરતાં સ્થાનિક તરવૈયાઓ નદીમાં માં ઝંપલાવી શોધખોળ શરૂ કરતાં, એક વ્યક્તિને બચાવી શક્યા હતા, જ્યારે ત્રણ વ્યક્તિના શબ બહાર કાઢ્યાં હતાં.
મૃતકની ઓળખ પૂનમ પ્રજાપતિ, ભારતીબેન પ્રજાપતિ અને અજય વણઝારા તરીકે થઇ છે. ગાંધીનગર અગ્નિશામક વિભાગના કર્મચારીઓ પણ પહોંચી શોધખોળ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત