રાજ્યમાં 56 IAS અને 9 IPS અધિકારીઓની જગ્યા ખાલી રહેતાં વહીવટ ઉપર અસર
313 જગ્યાઓમાંથી 257 જગ્યા ભરાયેલીઃ તાજેતરમાં ચાર IAS પ્રતિ નિયુક્તિ પર ગયા

રાજ્ય સરકારે 343 IAS અધિકારીઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી

રાજ્ય સરકારે 343 IAS અધિકારીઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી
ગુજરાત સરકારે વહીવટીતંત્રને મજબૂત કરવા માટે સનદી અધિકારીઓની સંખ્યા વધારવા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. સામાન્ય વહીવટ વિભાગે કેન્દ્ર સરકારને રાજ્યમાં 313 આઈએએસ અધિકારી સામે 343 અધિકારી ફાળવવા માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 56 આઈએએસ અને 9 આઈપીએસ અધિકારીઓની જગ્યા ખાલી રહેતા વહીવટ ઉપર અસર થઈ રહી છે.
ગુજરાતમાં હાલ 2.40 લાખ લોકો દીઠ માત્ર 1 આઈએએસ અધિકારી ઉપલબ્ધ છે. રાજ્યના 7.5 કરોડની વસતી સામે હાલમાં 313 આઈએએસ જગ્યા હોવાથી ખાલી જગ્યાઓ છે. દેશમાં કુલ 6,858 આઈએએસ અધિકારીઓના સંદર્ભમાં ગુજરાતને માત્ર 5 ટકા મંજૂર જગ્યા મળેલી છે.
કેન્દ્ર સરકારમાં પ્રતિ નિયુક્તિ પર જવાના કારણે કામગીરી ઉપર અસર
ગુજરાતમાં મંજૂર 313 જગ્યાઓમાંથી 257 જગ્યા ભરાયેલી છે અને 56 જગ્યા ખાલી છે. ખાલી જગ્યાના કારણે વહીવટમાં સતત ખામી અનુભવાઈ રહી છે. ઘણાં સમયથી રાજ્યના કેટલાક સનદી અધિકારીઓ કેન્દ્રમાં પ્રતિ નિયુક્તિ પર જતાં રાજ્ય સરકારની સ્થિતિ કફોડી બની છે.
તાજેતરમાં મનીષા ચંદ્રા, એસ. છાકછૂક, કે.કે. નિરાલા, એસ.એસ. ગુલાટી સહિતના અધિકારીઓ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં નિમણૂક પામ્યા છે. આ ઉપરાંત વિશાલ ગુપ્તાની કેન્દ્રિય મંત્રીના પીએસ તરીકે નિમણૂક થવાથી રાજ્યમાં વહીવટી કામગીરી ઉપર સીધી અસર થઇ છે.
જ્યારે આઈપીએસ અધિકારીઓની વાત કરીએ તો, ગુજરાતમાં 208 આઈપીએસ અધિકારીઓની મંજૂર સંખ્યા છે. જેમાંથી 198 જગ્યાઓ ભરાયેલી છે જેમાંથી 09 જગ્યાઓ ખાલી છે. જ્યારે 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં પ્રતિ નિયુક્તિ ઉપર છે.
વર્ષ 2025માં 5 અને વર્ષ 2026માં 10 અધિકારી થશે વય નિવૃત
રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ 2025માં પાંચ સિનિયર આઈએએસ અધિકારી નિવૃત્ત થશે. મુખ્ય સચિવ પંકજ જોશી ઓક્ટોબર 2025માં નિવૃત્ત થશે. જ્યારે કમલ દાયાણી, જે.પી.ગુપ્તા, સુનયના તોમર, એસ.જે.હૈદર પણ 2025માં વય નિવૃત્ત થશે. આ ઉપરાંત સિલેકશન ગ્રેડના ચાર અધિકારીઓ અગાઉ નિવૃત્ત થઈ ચૂક્યા છે. વર્ષ 2026માં 10 વધુ અધિકારીઓ એ.એમ.શર્મા, વી.જે. વ્યાસ, બી.કે. પંડ્યા, ડી.જે. જાડેજા, એ.બી. પટેલ, ડી.એમ. સોલંકી, બી.કે. વ્યાસ, એસ.પી. ભગોરા, એ.એમ. ડિંડોર અને ડી.કે.બારિયા પણ નિવૃત્ત થશે. તેના કારણે રાજ્યમાં વહીવટ માટે જરૂરી માનવ સંસાધનનો વ્યાપક અભાવ ઊભો થશે.
રાજ્યના વધી રહેલા વિકાસ, વધતી વસતી અને સમસ્યાઓને પહોંચી વળવા વધુ આઈએએસ અધિકારીઓની જરૂર છે. કેન્દ્ર સરકારને 313 જગ્યાઓ વધારીને 343 કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકારનું માનવું છે કે, પ્લાનિંગ, અમલ અને પ્રતિસાદ ક્ષમતા મજબૂત થાય અને જિલ્લા-તાલુકા સ્તરે વહીવટી કાર્યક્ષમતા સુધરે તે માટે અધિકારીઓની સંખ્યા વધારવી જરૂરી છે.
પાંચ વર્ષમાં 41 IAS અધિકારીનો ઉમેરો છતાં જગ્યાઓ ખાલી
ઉલ્લેખનીય છે કે, આઈએએસ અધિકારીના માળખાની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે, જેમાં છેલ્લી સમીક્ષા 2018 માં કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના IAS કેડરની 313 જગ્યા હતી. તેમાં 170 સિનિયર ડ્યુટી પોસ્ટ્સ, 68 સેન્ટ્રલ ડેપ્યુટેશન, 42 સ્ટેટ ડેપ્યુટેશન, 28 લીવ રિઝર્વ અને 5 ટ્રેનિંગ રિઝર્વનો સમાવેશ થાય છે. સીધી ભરતી દ્વારા વાર્ષિક 8-9 IAS અધિકારીઓની ભરતી થતી હોવાથી હંમેશા જગ્યાઓ ખાલી રહે છે. છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતમાં 41 IAS અધિકારીઓનો ઉમેરો થયો છે. પરંતુ બાકી રહેલી જગ્યાઓ હજુ પણ યથાવત છે.
જ્યારે ગુજરાતમાં 218 IAS જગ્યા સીધી ભરતી માટે અનામત છે. જેમાંથી 190 ભરાય છે. અન્ય 81 જગ્યા પ્રમોશન માટે ફાળવવામાં આવી છે. જ્યારે 57 જગ્યા GAS કેડરમાંથી પસંદગી માટે રાખવામાં આવી છે. જેમાંથી ફક્ત 10 ભરાય છે. ગુજરાત IAS અધિકારીની જગ્યા ભરવામાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ નીકળી ગયું છે. દેશની સરેરાશ 83.39 ટકાની સરખામણીમાં 84.86 ટકા ભરતી હાંસલ કરી છે. GAS કેડરના પ્રમોશનમાં પણ સારો દેખાવ કર્યો છે. રાષ્ટ્રીય સરેરાશ 74.86 ટકાની સામે 78.95 ટકા જગ્યાઓ ભરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.