રાજ્યમાં હાલ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ
9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહી.
9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહી.
હાલ રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી સમયમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં થયેલી મેઘમહેર બાદ ઓગસ્ટમાં હજુ સુધી જોઇએ તેવો વરસાદ થયો નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે હાલ પૂરતું ભારે વરસાદની કોઈ શક્યતા નકારી છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં માત્ર હળવા વરસાદી ઝાપટા જ જોવા મળશે. અપર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. જોકે, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.
6 થી 8 ઓગસ્ટ દરમિયાન વરસાદનું અનુમાન
આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં મુખ્યત્વે નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે:
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. 9 ઓગસ્ટના રોજ પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.