ગુજરાતમાં હજુ પણ અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો નથીઃ 27જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

Vadodara: Morning visual from Siddharth bunglow near Urmi School

Vadodara: Morning visual from Siddharth bunglow near Urmi School
ગુજરાત ઉપરથી અતિ ભારે વરસાદની સિસ્ટમ પસાર થઈ રહી હોવાથી બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.મંગળવારે (27 જુલાઈ) પણ 27જિલ્લામાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. નાગરિકોને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને લીધે મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના તેમજ રસ્તાઓ અને નાના પુલ તૂટી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદની આફતના પગલે રાજ્ય સરકારે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો હુકમ કર્યો છે. જ્યારે આજે યોજાનારી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લા, મધ્ય ગુજરાતના 8, દક્ષિણ ગુજરાતના 7 મળીને 27જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ કરીને અગત્યના કામ સિવાય લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આજે વરસાદની સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં છેલ્લાં24 કલાક દરમિયાન 251 વરસાદ ખાબક્યો છે. મોરબીના ટંકારામાં 347 મીમી, પંચમહાલના મોરવા (હડફ)માં 346 મીમી, ખેડાના નડિયાદમાં 327 મીમી, આણંદના બોરસદમાં 318 મીમી, વડોદરામાં 316 મીમી, આણંદમાં 314 મીમી, વડોદરાના પાદરામાં 312 મીમી અને આણંદના ખંભાત તેમજ પંચમહાલના ગોધરામાં 308 મીમી વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને કારણે વડોદરા રેલવે ડિવિઝનનો સૌરાષ્ટ્ર-કચ્છ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. બાજવા સ્ટેશન પરવરસાદી પાણી ભરાવાથી રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેને લીધે ઘણી બધી ટ્રેન રદ્દ કરવામાં આવી છે.જયારે અમુક ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદની વાત કરીએ છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે શહેરના વાસણા બેરેજમાં પાણીનું લેવલ 128.5 ફૂટ સુધી પહોચી ગયું છે. જેને લીધે બેરેજના 9 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. વરસાદની ઝડપ ધીમી પડવાના કારણે બંધ કરેલા 9 પૈકી 7 અંડરપાસ ખોલી નાખવામાં આવ્યા છે જયારે હજુ પણ બે અંડરપાસ બંધ છે. અમદાવાદમાં આજે પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેને લીધે સવારે 6 થી 8માં 6 મીમી વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ સવારે 6 થી 8 દરમિયાન લોધિકામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. થાનગઢ અને વાંકાનેરમાં અઢી-અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ચોટીલામાં બે કલાકમાં સવા બે ઇંચ, કેશોદ, મેંદરડા,કાલાવડમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી 8 દરમિયાન 170 તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
વડોદરાની વાત કરીએ તો ભારે વરસાદને પગલે વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધતાં વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા વડોદરાવાસીઓ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વડોદરાની સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા છે. કાલાઘોડા બ્રિજ ખાતે સોમવારે સાંજે 5:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ હતી.જેના પગલે વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે.
આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાત ઉપરાંત ગોવા અને કર્ણાટક માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અનેત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત