રાજ્ય સરકારે PMJAY યોજના મુદ્દે નવી SOP કરી જાહેર
હવે ફૂલટાઇમ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિઓથોરેસિક સર્જન સાથે કાર્ય કરતી હોસ્પિટલોને માન્યતા મળશે.

નવી SOP કરી જાહેર

નવી SOP કરી જાહેર
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલા બનાવ બાદ સરકાર હરકતમાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કરવામાં આવેલા એપરેશનો અને તેના કારણે થયેલા મૃત્યુ બાદ સરકારને આ યોજનાની ગાઈડલાઈનમાં કેટલાક ફેરફાર કરવાની ફરજ પડી છે. આજે આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકારને એવી આશા છે કે આના કારણે આવો બનાવો થતા અટકાતા રોકી શકાય.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી Pmjay યોજનાની નવી sop જાહેર કરી હતી. અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબોને 2.65 કરોડ લાભાર્થીઓ 900 થી વધુ ખાનગી અને 1500 થી વધુ સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે. કેટલીક ખામીઓને લીધે કેટલાક લોકો એ ગેર ફાયદો લીધો છે. કોર્ડિયોલોજીની સેવામાં નવો સુધારો કરવામાં આવ્યો છે. કાર્ડિયોલોજીની સેવામાં કર્દિયોલોજિસ્ટ તથા કાર્ડિયોલોજીસ્ટિ સર્જન સાથે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટ રો ને માન્યતા પ્રાપ્ત ગણવામાં આવશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતી આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવા ઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે . હોસ્પિટલોએ એન્જીયોગ્રફી તેમજ એન્જિયોપ્લાસ્ટી ની સીડી વિડિયોગ્રાફી પ્રીઓથ સમયે અપલોડ કરવાની રહેશે.
કાર્ડિયોલોજી સેવા સુધારો:
• કાર્ડિયોલોજી સેવાઓમાં નવા સુધારાઓ લાગુ કરવામાં આવ્યા છે.
• હવે ફૂલટાઇમ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિઓથોરેસિક સર્જન સાથે કાર્ય કરતી હોસ્પિટલોને માન્યતા મળશે.
• ઇમરજન્સી સંજોગોમાં માત્ર કાર્ડિયોલોજી સેવાઓ આપતી હોસ્પિટલોએ એન્જિયોપ્લાસ્ટી કરવા પરવાનગી મળશે.
• એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી વિડીયો રેકોર્ડિંગ પ્રીઓથ સાથે અપલોડ કરવું ફરજિયાત બનાવાયું છે.
કેન્સર સારવારમાં સુધારો:
કેન્સર દર્દીઓ માટે ખાસ ટ્યૂમર બોર્ડની રચના થશે, જેમાં મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ સાથે મળી સારવાર યોજના નક્કી કરવામાં આવશે.
• ગર્ભાશય કેન્સર સહિત અન્ય બ્રેકીથેરાપી જરૂરીતાવાળા કેસોમાં PMJAY હેઠળ સારવાર મળશે.
• રેડિયેશન થેરાપી માટે પેકેજની પસંદગીમાં સુધારો કરવામાં આવ્યો છે.
નિયોનેટલ કેર સુધારો:
• નવજાત શિશુઓ માટેની ICU સેવાઓમાં CCTV લાગુ કરાશે.
• NICU ની કામગીરી માટે માવજતના ધોરણો ઉંચા બનાવાયા છે.
• બાળકોની સારવાર માટે ફૂલટાઇમ પીડિયાટ્રિશ્યન ફરજિયાત રહેશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ:
• દર્દીઓ સાથે તમામ મહત્વપૂર્ણ કાર્યવાહી માટે વિડિયો રેકોર્ડિંગ સાથે સંમતિ પત્રક ફરજિયાત રહેશે.
• ડિસ્ચાર્જ વખતે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ અવશ્ય આપવાના રહેશે.
અંતે, ફ્રોડ અટકાવવા રણનિતિ:
• સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે, જે ગેરવહીવટ અંગે ચકાસણી કરી સરકારને રિપોર્ટ આપશે.
• CDHO દર મહિને 2 હોસ્પિટલોની ઓડિટ કરશે અને ફિલ્ડ ઓડિટ દૈનિક બેથી ત્રણ ટકાના કેસોનું વિતરણ કરશે.
ઓર્થોપેડિક સેવાઓમાં કડક નિયમો:
• ઓર્થોપેડિક અને પોલીટ્રોમા કેસોમાં 30% નો ફરજિયાત રેશિયો ન પાળવા પર 9 મહિના પછી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવશે.
• 75 હોસ્પિટલો પર TKR અને THR અંતર્ગત રૂ. 3.51 કરોડની પેનલ્ટી લાગુ કરાઈ છે.
આ નવા નિયમો અને સુધારાઓના અમલથી PMJAY અંતર્ગત દેશભરમાં આરોગ્ય સેવાઓ વધુ પારદર્શક અને અસરકારક બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી