રાજકોટમાં આવતી કાલે સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સવારે ૧૧ વાગે પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવશે

સ્વ.વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમદર્શન માટે મૂક્યા બાદ અંતિમયાત્રા કાઢવામાં આવશે

સ્વ.વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમદર્શન માટે મૂક્યા બાદ અંતિમયાત્રા કાઢવામાં આવશે
આવતી કાલે ૧૬ જૂનને સોમવારે સવારે ૧૧ વાગે વિજય રૂપાણીનો પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવશે.ગાંધીનગર નિવાસસ્થાનેથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.સવારે 11:૩૦ની આસપાસ પાર્થિવ દેહનો સ્વીકાર કરવામાં આવશે.ત્યાર બાદ સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ જવા રવાના થશે. ૨ વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ થી ગ્રીનલેન્ડ ચોકડી થી રાજકોટ તેમના નિવાસ સ્થાન જવા રવાના થશે.તેમના નિવાસસ્થાનથી રાજકોટ શહેરમાં તેમની અંતિમયાત્રા ફેરવવામાં આવશે.અંતિમયાત્રા ફેરવ્યા બાદ રાજકોટમાં તેમના નિવાસસ્થાન પૂજિત રૂપાણી ટ્રસ્ટ પાસે સાંજના ૪ થી ૫ વાગ્યાની આસપાસ પાર્થિવદેહને દર્શન માટે મૂકવામાં આવશે. ત્યાર બાદ ૫ થી ૬ વાગ્યાની આસપાસ નિવાસસ્થાને થી રામનાથપરા સ્મશાનમાં લઈ જઈ તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.