ભોગ બનેલા મેડિકલ વિદ્યાર્થીઓને મળશે મદદ.? ટાટા ગૃપે શું કહ્યું ?
IMA ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના પરિવારને સહાયની માગ કરી હતી

IMA ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના પરિવારને સહાયની માગ કરી હતી

IMA ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના પરિવારને સહાયની માગ કરી હતી
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 274 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતમાં બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા હતા, જેમાંથી કેટલાક ઘાયલ થયા હતા અને કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. આ દુ:ખદ ઘટના બાદ, હવે આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મદદની માંગ કરવામાં આવી રહી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની ગુજરાત રાજ્ય શાખાએ શનિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને બીજે મેડિકલ કોલેજના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નાણાકીય અને માનવતાવાદી સહાયની અપીલ કરી છે. IMA એ પોતાના પત્રમાં લખ્યું છે - "અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ઘાયલ થયેલા અથવા જીવ ગુમાવનારા સ્થળ પર હાજર મેડિકલ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડો." પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ તેના મુસાફરોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, આવી સ્થિતિમાં મેડિકલ વિદ્યાર્થીઓને પણ આવી જ સહાનુભૂતિ અને સહયોગ આપવો જોઈએ.
IMA એ લખ્યું, "આ વિદ્યાર્થીઓ ફક્ત પીડિતો જ નહોતા, પરંતુ ભવિષ્યના ડોક્ટરો હતા, તેમના પરિવારો પણ મદદને પાત્ર છે." ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, IMA ની અપીલના થોડા કલાકો પછી, એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કેમ્પબેલ વિલ્સને એક વિડિઓ સંદેશમાં જાહેરાત કરી કે ટાટા ગ્રુપ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડશે. ઉપરાંત, ટાટા ગ્રુપ ઘાયલ થયેલા લોકોની તમામ સારવારનો ખર્ચ ઉઠાવશે. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું, "અમે આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ." I
MA અને તબીબી સમુદાયે ટાટા ગ્રુપની સંવેદનશીલતા, ઝડપી પ્રતિભાવ અને જવાબદાર વલણની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. કેમ્પબેલ વિલ્સને કહ્યું કે તેમણે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને સરકારી અધિકારીઓને મળ્યા છે. ઉપરાંત, તેમણે ખાતરી આપી કે એર ઇન્ડિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે અને લાંબા ગાળે પીડિત પરિવારો સાથે સંકળાયેલ રહેશે.
આ પણ વાંચો--- AHMEDABAD પ્લેન ક્રેશનો વીડિયો કોણે બનાવ્યો..વાંચો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.