તરણેતરનો લોકમેળો: ખેલોત્સવનું શાનદાર મેદાન!
26થી 28 ઓગસ્ટે તરણેતરમાં રમાશે રુરલ ઓલિમ્પિક્સ
તરણેતરના મેળામાં યોજાશે રુરલ ઓલિમ્પિક્સ
તરણેતરના મેળામાં યોજાશે રુરલ ઓલિમ્પિક્સ
સુરેન્દ્રનગરના થાન તાલુકાના સુપ્રસિદ્ધ તરણેતર મેળામાં પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિની સાથે હવે રમતગમતનો પણ માહોલ જામશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આગામી તા. 26થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ 6થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે.
આ ગ્રામીણ ઓલિમ્પિકનો મુખ્ય ઉદ્દેશ્ય ગામની પરંપરાગત રમતોને જીવંત રાખવાનો અને સ્થાનિક રમતવીરોને એક મંચ પૂરો પાડવાનો છે. આ ભવ્ય રમતોત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી રમતવીરોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
ગ્રામીણ ઓલિમ્પિક્સમાં સમાવેશ થતી રમતો :
આ ઓલિમ્પિક્સમાં વિવિધ ઉંમર અને કેટેગરીના ખેલાડીઓ માટે અનેક રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
16 વર્ષથી ઓછી ઉંમરના ભાઈઓ અને બહેનો માટે: 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ, લાંબી કૂદ અને દોરડાકૂદ જેવી સ્પર્ધાઓ યોજાશે.
ઓપન કેટેગરી (ભાઈઓ) માટે: ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, નારિયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, કબડ્ડી, રસ્સાખેંચ, અને ખાસ કરીને ‘ખાંડના લાડવા ખાવાની હરીફાઈ’ અને ‘સાતોડિયું' (નારગોળ) જેવી પરંપરાગત રમતો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
ઓપન કેટેગરી (બહેનો) માટે: ટૂંકી દોડ, લાંબી દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, લંગડી અને દોરડાકૂદ જેવી સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પિનિંગ મિલ સામે, મિલ રોડ, લીંબડી, સુરેન્દ્રનગર ખાતેથી એન્ટ્રી ફોર્મ મેળવી શકશે.
આયોજકો દ્વારા તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે. આ ઉપરાંત, વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે, જે તેમને ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે. તરણેતરના આ ભવ્ય લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન સ્થાનિક પ્રતિભાઓને ઓળખવાની અને તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવાની એક ઉત્તમ પહેલ છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.