પંચમહાલમાં તાલિબાની સજા: વીડિયો વાઈરલ, 10ની અટકાયત
પંચમહાલના શહેરા તાલુકાના તાડવા ગામમાં હચમચાવતી ઘટના સામે આવી

10 લોકોની અટકાયત કરી

10 લોકોની અટકાયત કરી
કહેવાય છે, કે ગુજરાતએ મહિલાઓ માટે અને લોકો માટે સુરક્ષિત ગુજરાત માનવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે આવા દાવા પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે.
ઘણા મહિનાઓ પહેલા દાહોદમાં એક શર્મશાર ઘટના બની હતી. જેમાં ગામના લોકોએ મહિલાને અર્ધનગ્ન કરીને ગામમાં ફેરવી હતી એટલું જ નહિ મહિલાને બાઈક પાછળ સાંકળ વડે બાંધીને તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ ગરવી ગુજરાત અને ગૌરવ ગુજરાત મનાતું આ ઘટના બાદ કલંકિત સમાન ગણાય છે.
આ ઘટના બન્યા બાદ રાજકારણ પણ ગરમાયું હતું. રાજકીય પક્ષોએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, આપના ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી જેવા નેતાઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતના કાયદા કાનૂન પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ ભાજપના નેતા ઋષિકેશ પટેલએ આ ઘટના પર નિવેદન આપતા કહ્યું હતું. કે આ ઘટના સાથે જોડાયેલા 15 આરોપીને પકડી લેવામાં આવ્યા છે. અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવી જ એક વિરુદ્ધ ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. જેમાં બે યુવકને ઝાડ સાથે બાંધીને તાલિબાની સજા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બન્યા બાદ 10 લોકોની પોલીસે અટકાયત કરી છે.
શું છે સમગ્ર ઘટના ?
પંચમહાલના શહેરા તાલુકાના તાડવા ગામમાં હચમચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે યુવકો પ્રેમસંબંધમાં હતા જેના કારણે તેમને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા મીઠાપૂર ગામના રયજી નાયક, પિન્ટુ નાયક નામના યુવાનો તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમસંબંધમાં હતા. બંને યુવકો પોતાના પ્રેમસંબંધના જીવનને આગળ વધારવા માટે પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયા હતા. બંને યુવકો અને તેમની પ્રેમિકાઓ ભાગીને મહેમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ યુવતીના સંબંધીઓને આ વિશે જાણ થતાં અર્જુન નાયક, ઈશ્વરનાયક અને મહેશ નાયક ભેગા મળીને મહેમદાવાદથી જબરદસ્તી કરીને બંને યુવકને અને યુવતીને ઉપાડીને પોતાના ગામડે પાછા લાવ્યા હતા. ગામમાં લાવ્યા બાદ બંને યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકતા વાયરલ થતાં શહેરા પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર સહિત 10 શખ્સોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથધરી હતી.
આવી ઘટના બન્યા બાદ એવું લાગી રહ્યું છે. કે પોલીસનો અને કાયદાનો કોઈને ડર જોવા મળતું નથી. પોતાની રીતે જ નિર્ણય લઈને સજા આપતા હોય છે. તાલિબાની લોકો જે રીતે સજા આપતા હોય તેવી રીતે સજા આપતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયોમાં યુવકને અને યુવતીને કોઈ પણ દયા વગર ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યમાં ખુલ્લે આમ ગુંડા ગર્દી થતી હોય તેવું હાલ હવે ગુજરાતનું થઈ રહ્યું છે. તેવું લાગે છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર,જોનપુર જેવા શહેરમાં ખુલ્લે આમ લોકોને લુંટી લેવું મર્ડર કરી તેવું જોવા મળતું હોય છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.