સુરત : પુત્રના પ્રેમ લગ્નની સજા માતાને મળી
પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી

પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી

પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી
સુરતમાં મહિલા સાથે અત્યાચારની ઘટના બની છે. જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા તેની સજા તેમની માતાને મળી રહી છે. પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ માતાને માર માર્યો અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે. યુવતીના પિતા સહિત 11 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી ફરાર છે.
પુત્રએ કરેલા પ્રેમ લગ્ન ની તાલીબાની સજા માતાને અપાઈ :
સુરતમાં કંઈક અનોખી ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી રહી છે. પાલ વિસ્તારમાં આ ઘટના બની છે. રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરતમાં રહે છે. ત્યારે જે યુવતી સાથે પુત્રએ લગ્ન કર્યા છે તેના પરિવારજનોએ માતાનું અપહરણ કરી તેમને દંડા અને ઈંટ વડે માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં 7 આરોપીઓ ઝડપાઈ ગયા છે.
યુવકે રાજસ્થાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા :
રાંદેરમાં રહેતા યુવકે ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારજનોએ આ સબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી તો યુવકને શોધ્યો પણ તે મળી આવ્યો નહી જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો છે. તો મહિલાઓએ યુવકની માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે. તો યુવકના અન્ય પરિવારજનોને આ વાતની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.