Surat: હત્યાનો સિલસિલો યથાવત,પ્રેમીએ પ્રેમિકાને પાંચમાં માળેથી ફેંકી દીધી!
યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને પાંચમા માળેથી ધક્કો મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.

કોઇ કારણ વગર બંને વચ્ચે માથકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી

કોઇ કારણ વગર બંને વચ્ચે માથકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી
સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા અને કાયદા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.સુરતમાં 'સબ સલામત'ના દાવા જાણે પોકળ સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે ગુનેગારો બેફામ બનીને એક પછી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.સુરતના કામરેજમાં હચમચાવી દેનાર ઘટના સામે આવી છે.જેમાં યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને પાંચમા માળેથી ધક્કો મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.કોઇ કારણોસર તરકાર થતાં હત્યા કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.પોલીસને બનાવની જાણ થતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ ગામે યુવતીની હત્યાના સમાચાર બાદ ભારે હાહાકાર મચી ગયો છે.કામરેજના શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પ્રેમીએ યુવતિને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ છે.કોઇ કારણ વગર બંને વચ્ચે માથકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ત્યારબાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો.ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.યુવકની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાય એમ છે.પોલીસે હાલ યુવકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?