રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ 111 તાલુકામાં 1 થી 205 મીમી વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરમાં 4 કલાકમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ

State's more than 50 Talukas receive 1 to 8 inches rain

State's more than 50 Talukas receive 1 to 8 inches rain
રાજ્યમાં શનિવારે સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. શનિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 111 તાલુકામાં 1 મીમીથી લઈને 205 મીમી સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ મહેસાણાના વિજાપુરમાં નોંધાયો છે.
ખેડાના કપડવંજમાં પાંચ ઈંચ અને ગાંધીનગરના માણસામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ વરસતાં જનજીવનને અસર થઈ છે. શહેરના ભારે વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાતા અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.
શનિવારે વહેલી સવારથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં, મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, તાપી, નર્મદા તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :
અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. મણીનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર, બાપુનગર, સરસપુર, ગોતા, ઘાટલોડીયા, થલતેજ, જગતપુર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. નરોડા, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં ભારે વરસાદથી મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાસણા બેરેજના 3 દરવાજા એક-એક ફૂટ ખોલાયા :
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના 3 દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે મીઠાખળી અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ :
હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરીને સુરત અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?